• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

સુંદરની સ્પિન જાળમાં ફસાયું કિવિઝ

પૂણે, તા.24 : લગભગ 4પ મહિના બાદ વાપસી કરનાર ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરની સ્પિન જાળમાં ન્યુઝીલેન્ડ આબાદ ફસાયું હતું. બીજી ટેસ્ટના આજે પહેલા દાવમાં ન્યુઝીલેન્ડ 79.1 ઓવરમાં 2પ9 રને ઓલઆઉટ થઇ ગયું હતું. હુકમના એક્કા બનેલા સુંદરે પ9 રનમાં 7 વિકેટ ઝડપી હતી. જ્યારે અનુભવી અશ્વિનને 3 વિકેટ મળી હતી. 2પ9 રને ઓલઆઉટ થયા પછી ન્યુઝીલેન્ડે પણ પલટવાર કર્યો હતો અને ભારતીય કપ્તાન રોહિત શર્મા (0)ની વિકેટ ઝડપી હતી. આજની પહેલા દિવસની રમતના અંતે ભારતના 1 વિકેટે 16 રન થયા હતા અને ન્યુઝીલેન્ડથી હજુ 243 રન પાછળ છે. પૂણે ટેસ્ટની ટર્નિંગ પિચ પર પહેલા દિવસે 11 વિકેટ પડી હતી. ટોસ જીતી બેટિંગ લેનાર ન્યુઝીલેન્ડની શરૂઆત નબળી રહી હતી. કપ્તાન ટોમ લાથમ (1પ) અને વિલ યંગ (18)ની વિકેટ અશ્વિને લીધી હતી. આ પછી ત્રીજી વિકેટમાં ડવેન કોન્વે અને રચિન રવીન્દ્ર વચ્ચે ત્રીજી વિકેટમાં 62 રનની ભાગીદારી થઇ હતી. ડવેન કોન્વે અશ્વિનનો ત્રીજો શિકાર બની 76 રને આઉટ થયો હતો. આ પછી વોશિંગ્ટન સુંદરનો ચરખો ચાલ્યો હતો. તેણે એક પછી એક વિકેટ લેવાની શરૂ કરી દીધી હતી. સુંદરની સ્પિન જાળમાં ફસાઇને ન્યુઝીલેન્ડે આખરી 7 વિકેટ 62 રનમાં ગુમાવી હતી. આ દરમિયાન સુંદરે પ કિવિ બેટરને બોલ્ડ કર્યાં હતા. રચિન રવીન્દ્રે 6પ રન કર્યાં હતા. ડેરિલ મિશેલ 18, ટોમ બ્લંડેલ 3, ગ્લેન ફિલિપ 9 રને આઉટ થયા હતા. મિશેલ સેંટનરે 33 રનનું યોગદાન આપ્યું હતું. કપ્તાન રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યંy હતું અને ફરી એકવાર ટિમ સાઉધીનો શિકાર બની શૂન્ય રનમાં બોલ્ડ થયો હતો. પહેલા દિવસની રમતના અંતે યશસ્વી 6 અને શુભમન 10 રને દાવમાં રહ્યા હતા. ભારતના 1 વિકેટે 16 રન થયા હતા અને 243 રન પાછળ છે. બીજા ટેસ્ટની ભારતીય ઇલેવનમાં 3 ફેરફાર થયા હતા. કેએલ રાહુલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાઝના સ્થાને શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આકાશદીપનો સમાવેશ થયો હતો. કિવિઝ ઇલેવનમાં અનફિટ મેટ હેનરીના સ્થાને મિશેલ સેંટનરને લેવામાં આવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang