• રવિવાર, 28 એપ્રિલ, 2024

હોકી ઇન્ડિયાના પુરસ્કારની હરીફાઇમાં હરમન, શ્રીજેશ અને સવિતા પુનિયા સામેલ

નવી દિલ્હી, તા.28: હોકી ઇન્ડિયાએ 31 માર્ચે યોજનારા તેના વાર્ષિક પુરસ્કાર સમારોહ માટેના નામાંકિત ખેલાડીનાં નામની જાહેરાત કરી છે, જેમાં અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ અને સવિતા પુનિયા ક્રમશ: પુરુષ અને મહિલા વર્ગમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીની દોડમાં સામેલ છે. શ્રીજેશ અને સવિતાએ ભારત માટે સતત સારો દેખાવ કર્યો છે. બન્નેને વર્ષના સર્વશ્રેષ્ઠ ગોલકીપર માટે પણ નામાંકિત કરાયાં છે.  ભારતની પુરુષ ટીમના કેપ્ટન હરમનપ્રિત સિંહ પણ બે વર્ગમાં એવોર્ડની રેસમાં છે. તે વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી ઉપરાંત સર્વશ્રેષ્ઠ ડિફેન્ડર એવોર્ડ માટે દાવેદાર છે. બન્ને વર્ગમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીને પુરસ્કારરૂપે 2-2 લાખ રૂપિયા અને ટ્રોફી મળે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang