• શનિવાર, 27 એપ્રિલ, 2024

હાર બાદ હડકંપ : મુંબઇ ટીમમાં તિરાડ ?

હૈદરાબાદ, તા. 28 : સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાઇ સ્કોરિંગ મેચમાં મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની સંઘર્ષ બાદ 31 રને હાર થઇ હતી. હાર બાદ નવા કપ્તાન હાર્દિક પંડયા સામે નારાજીના અહેવાલ છે. હાર્દિક પંડયાની કપ્તાનીમાં પરિપકવતા જોવા મળી રહી નથી. સિનિયર ખેલાડીઓ સાથે તેનો તાલમેલ પણ સારો હોવાના અહેવાલ છે. સનરાઇઝર્સ બેટધરો મુંબઇના બોલરોની સતત ધોલાઇ કરી રહ્યા હતા. આમ છતાં 12 ઓવર સુધી બુમરાહ પાસે એક ઓવર કરાવવાના કપ્તાન હાર્દિકના નિર્ણયની ટીકા થઇ  રહી છે. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે રોહિત શર્મા અને હાર્દિક પંડયાના સંબંધમાં ખટાશ આવી ગઇ છે. મુંબઇ ટીમ બે જૂથમાં વહેચાઇ ગઇ છે. બુમરાહ, સૂર્યકુમાર, તિલક વર્મા અને સપોર્ટ સ્ટાફમાંથી પોલાર્ડ અને મલિંગા હજુ પણ રોહિતને સમર્થન આપી રહ્યા છે. જયારે કપ્તાન હાર્દિકને ઇશાન કિશન, કેટલાક વિદેશી ખેલાડીઓ અને ટીમના માલિકોનો ખુલ્લો સપોર્ટ મળી રહ્યો છે. ગઇકાલની મેચ દરમિયાન હાર્દિક પંડયા મલિંગા અને પોલાર્ડ પાસે ચર્ચા કરવા આવ્યો હતો. તેના આવતાની સાથે મલિંગા ઉભો થઇને ચાલ્યો જાય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઇ રહ્યો છે. ઉપરાંત મેચ બાદ આકાશ અંબાણી રોહિત શર્મા સાથે ગંભીર ચર્ચા કરતો જોવા મળ્યો હતો. તે હવે ફરી રોહિતને સુકાન સોંપવા માગતો હોય તેવું તેના ચહેરાના હાવભાવ પરથી લાગી રહ્યંy હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang