• મંગળવાર, 07 મે, 2024

કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા બાદ પ્રગટ થયા કુંભાણી : હું હજુય પક્ષ સાથે છું

સુરત, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ થયા બાદ રાતોરાત ગાયબ થયેલા કોંગી નેતા નીલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષમાંથી વર્ષ માટે સસ્પેન્ડ થયા હતા. તેઓ આજે એકાએક સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે પ્રગટ થયા હતા, જેમાં તેમણે કોંગ્રેસ સાથે આજે, કાલે અને સદાય હોવાની વાત કરી હતી. વીડિયોમાં તેમણે કોંગ્રેસ સ્થાનિક અને રાજ્યના કોંગી આગેવાનો સામે ચૂંટણી પ્રચારથી માંડી ઉમેદવારી પત્ર ભરવા સુધીના કાર્યક્રમોમાં કોઇ?પ્રકારનો સાથ?આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ કેટલાક સ્થાનિક અને રાજ્ય કક્ષાના કોંગી નેતાઓ તેમની ઉમેદવારીનો વિરોધ કરતા  હોવાનો આક્ષેપ પણ કુંભાણીએ વીડિયોમાં કર્યો હતો. સુરતમાં ચૂંટણી પ્રચારમાં બૂથ રાખવાથી લઇને સભા યોજવાના કાર્યક્રમોમાં કેટલાક સ્થાનિક અને સૌરાષ્ટ્રવાસી કોંગી આગેવાનોનો સાથ મળ્યો હોવાનું ટાંક્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang