• મંગળવાર, 07 મે, 2024

ગરમી-ઉકળાટના દોર વચ્ચે આજે કેટલાંક સ્થળે વરસાદની આગાહી

ભુજ, તા. 26 : મહત્તમ તાપમાનમાં જારી રહેલા ઉતાર- ચડાવ વચ્ચે હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષોભની અસર તળે સર્જાયેલા સર્ક્યુલેશનની અસર તળે શનિવારે કચ્છના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. વરસાદની આગાહી વચ્ચે સાંજે કેટલાક સ્થળે વાદળો છવાવવા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દક્ષિણ ઈરાન અને તેને લાગુ દક્ષિણ પાકિસ્તાનમાં 3.1થી .8 કિ.મી.ની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, તો પશ્ચિમ રાજસ્થાન પાસે અન્ય એક સર્ક્યુલેશન બનેલું છે. જેની અસર હેઠળ રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે શનિવારે કચ્છ સહિત રાજ્યના અન્ય કેટલાક જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. કંડલા એરપોર્ટમાં 39, ભુજમાં 38., નલિયામાં 34 અને કંડલા પોર્ટમાં 33.8 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો 21થી 24 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તાપની તુલનાએ ઉકળાટની વધુ અનુભૂતિ થઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang