• મંગળવાર, 07 મે, 2024

ભોજાય સર્વોદય ટ્રસ્ટને 20 લાખના ખર્ચે લેપ્રોસ્કોપી મશીનની અર્પણવિધિ

ભોજાય (તા. માંડવી), તા. 26 : અહીંના ભોજાય સર્વોદય ટ્રસ્ટના સ્ત્રીરોગ વિભાગ માટે નવનીત પરિવાર દ્વારા રૂા. 20 લાખના ખર્ચે અપાયેલા લેપ્રોસ્કોપી મશીનનું લોકાપર્ણ કરાયું હતું તો તકે યોજાયેલી શિબિરમાં 31 મહિલા પૈકી 13ના ઓપરેશન કરાયા હતા. ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા માતા કસ્તુરબેન ડુંગરશી ગાલા નવનીત મહિલા કેન્દ્રના ઉપક્રમે યોજાયેલી લેપ્રોસ્કોપી શિબિરનો 31 મહિલાઓએ લાભ લીધો હતો જેમાંથી 13 મહિલા દરદીઓને સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. પૈકી એક મહિલાનું હિમોગ્લોબીન માત્ર પાંચ ટકા હતું જ્યારે અન્ય ત્રણ મહિલાઓનું હિમોગ્લોબિન પણ ઓછું જણાયું હતું ચાર મહિલા દરદીઓ માટે 10 બોટલ લોહીની જરૂરત પડી હતી જેની આપૂર્તિ ભુજની જીવન જ્યોત બ્લડ બેંક તથા માંડવીની મયુર લેબોરેટરીએ કરી હતી. લોહી ઉપલબ્ધ કરી આપવા વિનોદ ગોર, મિતેશ શાહ, અમિતભાઈ શાહ, અને ભાનુશાળી મિત્ર મંડળે યોગદાન આપ્યું હતું. ભુજના લેપ્રોસ્કોપીક સર્જન ડો. દેવેન જોગલ અને એમની ટીમે તમામ તમામ દરદીઓના સફળ ઓપરેશનો કર્યા હતા. શિબિરમાં સ્ત્રીરોગ નિષ્ણાતો પુનાના ડો. મંદાર રાનડે, અને ડો. અપૂર્વા (કેરાલા), ડો. કેલીટન, ડો. હર્ષા ચૌધરી (અલીગઢ (યુ.પી.), ડો. મોનિકા (સાઉદી અરેબિયા) જોડાયા હતા. ફેલોશીપ માટે જોડાયેલા ડોક્ટરોએ ભોજાય હોસ્પીટલની વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો. શિબિરમાં કાઠડાના મહિલા દરદીના ગર્ભાશયમાંથી સાડાત્રણ ફૂટ લાંબી અને ચાર કિલો જેવું વજન ધરાવતી ગાંઠ (ફાઈબ્રોઈડ)ને લેપ્રોસ્કોપીક સર્જરી વડે સફળતાથી બહાર કાઢવામાં આવી હતી. શિબિર કન્સર્ન ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી પ્રાયોજિત કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang