• મંગળવાર, 07 મે, 2024

લખપત તા.ના રહેવાસીઓના પ્રશ્નો ઉકેલવા ખાતરી

ભુજ, તા. 26 : સરહદી લખપત તાલુકાના રહેવાસીઓને વિવિધ પ્રશ્ને ન્યાય અપાવવા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણે ખાતરી આપી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર જંગમાં કોંગ્રેસ અધ્યક્ષ યજુવેન્દ્રાસિંહ જાડેજાનાં માર્ગદર્શન તળે ટીમ કોંગ્રેસ દ્વારા કચ્છ લોકસભાના ઉત્સાહી યુવા ઉમેદવાર નીતેશ લાલણે આજે સરહદી લખપત તા.ના ખરાઈ, બાંદ્રા, પીપર, બુટાઉ, લકી, તેરા, ભુવર, નારાયણ સરોવર, કનોજ, કપુરાશી, ખેર, ગુનેરી, પાનધ્રો સહિતના છેવાડાના ગામોમાં પ્રચાર-પ્રસાર પ્રવાસ કર્યો હતો. લોકસંપર્કમાં લખપતના લોકો દ્વારા વિવિધ મુદ્દે ઉમેદવારને રજૂઆતો કરાઇ હતી. સૌપ્રથમ સ્થાનિક રોજગારી, બીપીએલ લાભાર્થીઓને 100 ચોરસ વારના પ્લોટથી સરકારે વંચિત રાખ્યા છે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાર્ડધારકોને 100 ચોરસ વારના પ્લોટ ફાળવ્યા હતા. તાલુકાના તૂટેલા રોડ-રસ્તાઓથી રાહદારીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે અને આરોગ્ય ક્ષેત્રે સીએચસી તથા પીએચસી સેન્ટરો બંધ હાલતમાં છે, સ્થાનિકે ડોક્ટરોની પણ ઘટથી લોકો બીમારી સમયે મુશ્કેલીમાં મુકાય છે. છેવાડાના રણપ્રદેશના વિસ્તારમાં પીવાનું પાણી પણ 15-15 દિવસે મળે છે, જેને પગલે  લોકો તેમને અને તેમના ઢોરોને જીવિત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. વિસ્તારમાં પશુધન માટે ઘાસની પણ તંગી છે. શિક્ષણને પ્રાધાન્ય પણ ક્યારેય મળ્યું નથી અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અન્યત્ર જવા મજબૂર બન્યા છે. વિવિધ મુદ્દે લોકોએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નીતેશભાઈ પાસે રજૂઆતો કરી હતી. લોકસંપર્કમાં વિસ્તારના તાલુકા પ્રમુખ અલીભાઈ જત, દેશુભા જાડેજા, મામદ જુંગ જત, પી.સી.ગઢવી, હાજી સુલેમાન પઢિયાર, સુમારભાઈ મહેશ્વરી, થારુભાઈ જત, અમનભાઈ જત, જુસબભાઈ પઢિયાર, સમરથદાન ગઢવી, અલીમામદ જત, સુમારભાઈ સુમરા, હસન મામદ જત, અબુબખર જત, જેન્તીભાઈ મહેશ્વરી, જુમાભાઈ ભડાલા, હાસમભાઈ પઢિયાર, આદમભાઈ પઢિયાર, અલીભાઈ પઢિયાર સહિતના આગેવાનો જોડાયા હતા. લખપત તાલુકાના જનસંપર્કમાં ઉમેદવારને ઠેર ઠેરથી જનપ્રતિષાદ સાંપડયો હતો. નીતેશભાઇએ દરેક જનપ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી, તેવું જિલ્લા મીડિયા કો-ઓર્ડિનેટર અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ગનીભાઇ?કુંભાર,?ઘનશ્યામસિંહ ભાટી અને માનસી શાહની યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang