• બુધવાર, 08 મે, 2024

ભુજમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર કાર્યાલયમાં બોલાચાલી

ભુજ, તા. 26 : લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર દરમિયાન કોંગ્રેસના ચૂંટણી કાર્યાલય ખાતે બે હોદ્દેદાર વચ્ચે બોલાચાલી અને બાદમાં મારામારી સહિતના બનેલા ઘટનાક્રમે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી હતી. વર્તમાનપત્રોમાં પ્રેસનોટ મોકલવાના મુદ્દે પ્રેસનોટ તૈયાર કરનાર અને તેને ફાઈનલ કરનાર વચ્ચે શાબ્દિક ચકમક ઝરી હતી. પછી મહિલા હોદ્દેદારના સમર્થક એવા યુવાન અને હોદ્દેદાર વચ્ચે પક્ષના બીજા કાર્યાલય ખાતે મારામારી સહિતનો ઘટનાક્રમ બન્યો હતો. બનાવ બાબતે બંને પક્ષે પોતપોતાની રજૂઆત પક્ષના મોવડીઓ સમક્ષ કરી હતી. અલબત્ત, સમગ્ર કિસ્સાને કાગળિયાનું સ્વરૂપ અપાયું નહોતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang