• મંગળવાર, 07 મે, 2024

બીજા તબક્કામાં નિરસ-શાંતિપૂર્ણ 61 ટકા મતદાન

નવી દિલ્હી, તા. 6 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠક માટે શુક્રવારે કાળઝાળ ગરમી વચ્ચે આજે સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું હતું, જે પૂર્વ ચૂંટણી તથા પહેલા તબક્કા કરતાં ઓછું છે. ત્રિપુરામાં સૌથી વધુ 76 ટકા ઉપરાંત છત્તીસગઢ, મણિપુર, પશ્ચિમ બંગાળ અને આસામમાં પણ ધિંગુ મતદાન થયું છે.મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 43 ટકા મતદાન રહયુ છે. બીજા તબક્કામાં કુલ 16 કરોડ મતદારો માટે 1.67 લાખ મતદાન કેન્દ્રો તૈયાર કરાયા હતા. પ્રથમ દોરની તુલનાએ બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, શશિ થરુર, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, રામાયણ ફેમ અભિનેતા અરુણ ગોવિલ, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, ભાજપના સાંસદ-અભિનેત્રી હેમા માલિની, ઓમ બિરલા અને ગજેન્દ્ર સિંહ શેખાવત વગેરેનું ભાવિ ઈવીએમમાં કેદ થયુ છે. બેંગ્લુરુમાં મતદાન કેન્દ્ર બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. મણિપુરમાં મતદાન બૂથમાં કેટલાક સંદિગ્ધ શખસો ઘૂસી જતાં અફરાતફરી મચી હતી. રાજસ્થાનના બાંસવાડામાં મતદાન કરનારી મહિલાને માથામાં ઈજા પહોંચાડાઈ હતી. સૌથી વધુ ત્રિપુરામાં 76.3 ટકા અને સૌથી ઓછુ મતદાન યુપીમાં પર.64 ટકા રહ્યું હતુ. મણિપુરમાં 76.06 ટકા, છત્તીસગઢમાં 7.13 ટકા, પશ્ચિમ બંગાળમાં 71.84 ટકા, આસામમાં 70.66 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 67.રર ટકા, કેરળમાં 63.97 ટકા, કર્ણાટકમાં 63.90 ટકા, રાજસ્થાનમાં 9.19 ટકા, મહારાષ્ટ્રમાં 3.1 ટકા, એમપીમાં 4 ટકા અને બિહારમાં 3.03 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજા તબક્કામાં કેરળની તમામ 0 લોકસભા બેઠક પર મતદાન યોજાયું હતું. બિહારમાં પાંચ, યુપીમાં 8, મહારાષ્ટ્રમાં 8, રાજસ્થાનમાં 13, બંગાળમાં 3, કર્ણાટકમાં 14, છત્તીસગઢમાં 3, આસામની , એમપીની 6, ત્રિપુરા તથા જમ્મુ-કાશમીરની એક લોકસભા બેઠક સામેલ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang