• રવિવાર, 28 એપ્રિલ, 2024

આરસીબી અને કેકેઆર જીતનો ક્રમ જાળવી રાખવા ઉતરશે

બેંગ્લુરુ, તા. 28 : પોતપોતાની પાછલી મેચની જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકતા નાઇટ રાઇડર્સનો જુસ્સો જરૂર વધ્યો છે. જો કે બન્ને ટીમના દેખાવમાં પરિપકવતા જોવા મળી હતી. હવે શુક્રવારે બન્ને ટીમ જ્યારે આમને-સામને હશે ત્યારે અપેક્ષાકૃત દેખાવના લક્ષ્યાંક રાખશે. બેંગ્લુરુના કેપ્ટન ફાક ડૂ પ્લેસી તેની ટીમ પાસેથી સાતત્યસભર દેખાવ ઇચ્છી રહ્યો છે. તો કોલકતાનો કપ્તાન શ્રેયસ અય્યર ટોચના ક્રમના બેટધરો જવાબદારીથી રમે તેવું ઇચ્છી રહ્યો છે. બેંગ્લોરુએ તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 4 વિકેટે જીત નોંધાવી હતી. જ્યારે કેકેઆરનો સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 4 રને વિજય થયો હતો. આરસીબીની સમસ્યા ટોચના બેટર્સની નિષ્ફળતા છે. પંજાબ સામે 177 રનનો પીછો કરતા ફક્ત વિરાટ કોહલીના બેટમાંથી અર્ધસદી (77) નીકળી હતી. અંતમાં દિનેશ કાર્તિક અને ઇમ્પેકટ પ્લેયર મહિપાલ લોમલોર ફિનિશર બન્યા હતા. કપ્તાન પ્લેસી  મેક્સવેલ અને પાટીદાર આઉટ ઓફ ફોર્મ છે. બીજી તરફ કેકેઆરના મીડલ ઓર્ડરમાં કપ્તાન શ્રેયસ અય્યર, નીતિશ રાણા, વૈંકટેશ અય્યર જેવા બેટર છે. સુનીલ નારાયણ પીંચ હિટર છે પરંતુ ખેલાડીઓ હજુ સુધી ફોર્મ હાંસલ કરી શક્યા નથી. કેકેઆર માટે આંદ્રે રસેલ અને રિંકુ સિંહ સંકટમોચક બની રહે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang