• શનિવાર, 27 એપ્રિલ, 2024

રિયાનની રનરમઝટથી રાજસ્થાનની બીજી જીત

જયપુર, તા. 28 : રિયાન પરાગના 45 દડામાં ધુંઆધાર 84 રન (અણનમ)ના સહારે 185 રનનો મજબૂત સ્કોર ખડો કર્યા બાદ રાજસ્થાન રોયલ્સના બોલરોએ દિલ્હીને 173 સુધી સીમિત રાખ્યું હતું અને 12 રને જીત મેળવી હતી. આર.આર.ની બીજી મેચમાં બીજી જીત છે, જ્યારે દિલ્હીએ ખાતું ખોલવા માટે રાહ જોવી પડશે. વોર્નર (34 દડામાં 49) અને માર્શે (12 દડામાં 23) દિલ્હીને સારી શરૂઆત અપાવી હતી, પણ મધ્યક્રમમાં કોઇ બેટધર મોટો સ્કોર કરી શક્યો નહોતો. પંતે 26 દડામાં 28 રનની નિસ્તેજ બેટિંગ કરી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 23 દડામાં  44 રન ફટકારી મેચને જીવંત રાખી હતી, પણ અન્ય બેટધરોનો સાથ મળ્યો નહોતો. ચહલે 19માં બે, બર્ગરે 29માં બે, જ્યારે  આવેશે 29માં 1 વિકેટ ઝડપી હતી. અગાઉ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર રિયાન પરાગની 84 રનની અણનમ અને આતશી ઇનિંગ્સની મદદથી આઇપીએલની આજની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સે વિકેટે 18 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. રિયાનની રન રફતારથી રાજસ્થાન રોયલ્સે આખરી 6 ઓવરમાં દિલ્હીના બોલરોની ધોલાઇ કરીને 92 રનનો વધારો કર્યો હતો. રિયાન પરાગ 4 દડામાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાથી ધૂંઆધાર 84 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે ઇનિંગ્સની આખરી ઓવરમાં આફ્રિકી બોલર એનરિક નોર્ત્ઝેની ધોલાઇ કરીને ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાથી 2 રન ઝૂડયા હતા. એક તબક્કે રાજસ્થાનના 14 ઓવરમાં 4 વિકેટે 93 રન હતા. પછી રિયાન પરાગની આતશબાજી શરૂ થઇ હતી. આથી દિલ્હીને જીત માટે 186 રનનું કઠિન વિજય લક્ષ્ય મળ્યું હતું. રાજસ્થાનની શરૂઆત નબળી રહી હતી. 36 રનમાં 3 વિકેટ પડી ગઇ હતી. યશસ્વી (), બટલર (11) અને કપ્તાન સેમસન (1) નિષ્ફળ રહ્યા હતા. બાદમાં પિંચ હિટર અશ્વિને 19 દડામાં 3 છગ્ગાથી 29 રનની કેમિયો ઇનિંગ્સ રમી હતી અને રિયાન સાથે ચોથી વિકેટમાં 4 રનની ઝડપી ભાગીદારી કરી હતી. પછી રિયાન પરાગે ચોથા ગીયરમાં બેટિંગ કરીને રાજસ્થાનને 20 ઓવરના અંતે વિકેટે 18 રને પહોંચાડયું હતું. ધ્રુવ જુરેલે 20 રન કર્યા હતા. હેટમાયર 14 રને નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી તરફથી ખલિલ, મુકેશ, કુલદિપ, અક્ષર અને નોર્ત્ઝે તમામને 1-1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang