• રવિવાર, 28 એપ્રિલ, 2024

રાજસ્થાન સામે દિલ્હીને પ્રથમ જીત નસીબ થશે ?

જયપુર, તા. 27 : દિલ્હી કેપિટલ્સ ટીમ ગુરુવારે અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઇપીએલ સિઝનની પહેલી જીત મેળવવાના ઇરાદે ઉતરશે ત્યારે ફરી એકવાર તમામની નજર રિષભ પંત પર ટકેલી હશે. જેની પાસેથી દિલ્હી કેપિટલ્સને સારા બેટિંગ પ્રદર્શનની આશા રહેશે. કાર દુર્ઘટના બાદ 43 દિવસ પછી વાપસી કરનાર પંતે પંજાબ કિંગ્સ વિરુદ્ધની મેચમાં 13 દડામાં 18 રનની ટૂંકી ઇનિંગ્સ રમી હતી. હવે પંત સામે રાજસ્થાનના અનુભવી બોલરોનો સામનો કરવાનો પડકાર હશે. રાજસ્થાન ટીમે તેની પહેલી મેચમાં લખનઉ સામે જીત મેળવી છે. દિલ્હી કેપિટલ્સની ઇલેવનમાં ઓપનર પૃથ્વી શોનો સમાવેશ થઇ શકે છે. તે વોર્નર સાથે દાવનો આરંભ કરી શકે છે અને મિચેલ માર્શ મિડલ ઓર્ડરમાં આવી શકે છે. પંત અને માર્શ જેવા ફટકાબાજથી દિલ્હીનું મિડલ ઓર્ડર આથી વધુ મજબૂત બનશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે તેની પહેલી મેચમાં અહીં હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવીને લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ જીત નોંધાવી હતી. જો કે, મેચમાં તેના બન્ને નામી ઓપનર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ ટીમને સારી શરૂઆત અપાવી શકયા હતા. કપ્તાન સંજૂ સેમસને અણનમ 82 રનની ઇનિગ્સ રમી હતી. આથી ટીમ 20 રનથી જીત મેળવવામાં સફળ રહી હતી. રેયાન પરાગ પણ સારા ફોર્મમાં છે. રાજસ્થાન પાસે બોલ્ટ, અશ્વિન, ચહર, આવેશ ખાન જેવા સારા બોલરો છે. આથી દિલ્હી માટે મેચ કસોટી રૂપ બની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang