• રવિવાર, 28 એપ્રિલ, 2024

મુંબઇ ઇન્ડિયન્સ તરફથી 200 મેચ રમનાર રોહિત પહેલો ખેલાડી

હૈદરાબાદ, તા. 27 :  સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેદાને પડવા સાથે રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. તે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી 200 મેચ રમનારો પહેલો ખેલાડી બન્યો છે. રોહિત શર્મા વર્ષ 2011માં યુવા ખેલાડીના રૂપમાં મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેંચાઇઝી સાથે જોડાયો હતો. પછી તેના સુકાનીપદ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ ટીમ આઇપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બની છે. રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી 199 મેચમાં 084 રન કર્યાં છે. દરમિયાન તેની સરેરાશ 29.38 અને સ્ટ્રાઇક રેટ 129.8 રહ્યો છે. એક સદી અને 34 અર્ધસદી કરી છે. રોહિત શર્મા વર્ષ 2013માં પહેલીવાર મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બન્યો હતો. હવે રોહિતને ખસેડીને મુંબઇનું સુકાન હાર્દિક પંડયાને અપાયું છે. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધના મેચ પૂર્વે મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેંચાઇઝી દ્રારા રોહિત શર્માનું 200 મેચના અવસરે વિશેષ સન્માન કરાયું હતું. તેને માટેની ખાસ કેપ અને જર્સી અપાઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang