• રવિવાર, 28 એપ્રિલ, 2024

રેડિશન કોર્પોરેટ લીગમાં એ.ટી.સી. વોરિયર્સ વિજેતા

ગાંધીધામ, તા. 27 : સૌરાષ્ટ્ર-કચ્છની સૌપ્રથમ પંચતારક હોટલ રેડિશન કંડલા દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે દર વર્ષે યોજાતી રેડિશન કોર્પોરેટ લીગની 11મી સીઝન તાજેતરમાં પૂર્ણ થઈ હતી. આર.સી.એલ.ની ફાઈનલ મેચમાં .ટી.સી વોરિયર્સ ચેમ્પિયન બની હતી. ટૂર્નામેન્ટમાં કુલ 20 મેચ રમાઈ હતી. તા. આઠ માર્ચથી ટૂર્નામેન્ટનો આરંભ થયો હતો. કોર્પોરેટ સમૂહો વચ્ચે આદાન પ્રદાન વધે તે હેતુથી 11 વર્ષથી યોજાતી સ્પર્ધામાં અંબાજી ગ્રુપ, .ટી.સી. વોરિયર્સ, રાજવી ચેમ્પિયન્સ, કિરણ ટાઈટન્સ, દરિયા ઈલેવન અને રાજવી ચેમ્પિયન્સ સહિત આઠ ટીમ વચ્ચે  ક્રિકેટની રમતનો રસપ્રદ જંગ જામ્યો હતો. ફાઈનલ મેચમાં .ટી.સી.ની ટીમે પાંચ વિકેટ ગુમાવી 121 રન બનાવ્યા હતા.  જવાબમાં રાજવીની ટીમ 12 અવોરમાં 60 રન બનાવી શકી હતી અને .ટી.સી વોરિયર્સે 60 રને જીત સાથે ચેમ્પિયન ટ્રોફી અંકે કરી હતી. ફાઈનલ મેચમાં  વિજેતા ટીમના નિખિલ ઠક્કરને મેન ઓફ મેચ જાહેર કરાયા હતા. મેન ઓફ સિરીઝનો ખિતાબ ડો. જિગર દોશીએ અંકે કર્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમ્યાન શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે બેસ્ટ ફિલ્ડર તરીકે ગિરિરાજસિંહ જાડેજાને અને બેસ્ટ બેટ્સમેન તરીકે કમલ ગુરનાનીને જાહેર  કરાયા હતા. સિરીઝના શ્રેષ્ઠ બોલર તરીકેનો ખિતાબ ધ્રુવને એનાયત કરાયો હતો. ફાઈનલ મેચમાં એરિયા રેલવે મેનજર આશિષ ધાનિયા,  અંજાર ડીવાય.એસ.પી. મુકેશ ચૌધરી, હોટલ રેડિશનના એમ.ડી. મુકેશ આચાર્યના હસ્તે  વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી.  સમગ્ર ટૂર્નામેન્ટમાં તમામ ટીમ દ્વારા સારી રમત દર્શાવાઈ હતી. સમગ્ર આયોજન ક્લબ રેડિશન અને .બી.આર.ના રિધિમા અગ્રવાલ દ્વારા કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang