• રવિવાર, 28 એપ્રિલ, 2024

રમતના માધ્યમથી ભાઈચારાની ભાવના વિકસે

ભુજ તા.27 : અખિલ કચ્છ કચ્છી રાજપૂત સમાજ અને ભુજ રાજપૂત સમાજ દ્રારા આયોજિત ડે -નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન 2 ની ફાઈનલમાં ભુજની શિવ સેનેટરી ટીમએ શિવપારસ ઈલેવન મુંદરાને હરાવી ચેમ્પિયન બની હતી. રાજપૂત સમાજના યુવાનોમાં રમતના માધ્યમથી ભાઈચારાની ભાવના વિકસે તેમજ એકતા વધે તે હેતુથી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ડે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 130થી વધુ ખેલાડીઓએ ફ્રેન્ચાઈઝીની 12 ટીમો તરફથી રમીને રમતના કૌવત દેખાડ્યા હતા. ફાઈનલમાં શિવ સેનેટરી ટીમે મેન ઓફ મેચ હાર્દિક પરમારના 101 નોટઆઉટની મદદથી 12 ઓવરમાં 132 રન કર્યા હતા જેના જવાબમાં શિવપારસ ઈલેવન 115 રન બનાવી શકી હતી, જેમાં સૂરજ સિંધલના 61 રન મુખ્ય હતા. ઉદ્ઘાટનના મુખ્ય મહેમાન તરીકે દેવજીભાઈ વરચંદ (પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ),  વિનોદ ચાવડા (મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ, સાંસદ કચ્છ-મોરબી), કેશુભાઈ પટેલ (ધારાસભ્ય ભુજ), રશ્મિબેન સોલંકી (પ્રમુખ ભુજ નગર પાલિકા), બાલકૃષ્ણ મોતા (પ્રમુખ ભુજ શહેર ભાજપ), પ્રેમજી રાઠોડ (પ્રમુખ ભુજ રાજપૂત સમાજ), સુરેશ સોલંકી (પ્રમુખ રાજપૂત યુવક મંડળ), શીતલબેન મકવાણા (પ્રમુખ રાજપૂત મહિલા મંડળ) તમામ મહેમાનોની હાજરીમાં ટોસ ઉછાળી ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. સમાજના આગેવાનો ધર્મેન્દ્ર જેસર, હિતેશ મકવાણા, મનીષ ચૌહાણ, રમેશ સોલંકી, વણવીર સોલંકી, હર્ષદ ગોહિલ, હરેશ આમર, વિનોદ ચૌહાણ, બળદેવ ડુડિયા, ભવાન પરમાર, ભરત પરમાર, કમલ સોલંકી, અમિત રાઠોડ, ભરત સોલંકી, મહેશ પરમાર, નિખિલ રાઠોડ, ભાર્ગવ ચાવડા, ભૌમિક સોલંકી, જિજ્ઞેશ સોલંકી હાજર રહ્યા હતા. ટૂર્નામેન્ટના બેસ્ટ ફિલ્ડર અમિત પરમાર, બેસ્ટ બેટ્સમેન સૂરજ સિંધલ, બેસ્ટ બોલર હરેશ સોલંકી અને મેન ઓફ સિરીઝ ભાવિક સિંધલ બન્યા હતા. ટૂર્નામેન્ટની મુખ્ય ચેમ્પિયન ટ્રોફીના દાતા મુકેશ રાઠોડના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી અપાઈ હતી તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફીના દાતા હિરેન રાઠોડના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે હિરેન આર. રાઠોડની આગેવાની હેઠળ નાનજીભા ધલ, જયદીપ ચાવડા, સચિન ગોહિલ, હિતેશ ડુડિયા, કુણાલ પરમાર, અમિત ભાટ્ટી, ચેતન ચૌહાણ, જશરાજ સોલંકી, રાજ સોલંકી, હાર્દિક પરમાર, ચિંતન ગોહિલ, દીપક રાઠોડ, અમિત પરમાર, હાર્દિક ચૌહાણ, ગૌરાંગ ડુડિયા, રિશીરાજ રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમિત રાઠોડએ કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang