• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

કૃષ્ણભક્તિથી વિમુખ કરનાર તમામનો ત્યાગ કરવો જોઈએ

ગાંધીધામ, તા. 25 : કૃષ્ણભક્તિથી વિમુખ કરતી તમામ બાબતોનો ત્યાગ કરવો જોઈએ, ત્યાગ થકી શાંતિની પ્રતીતિ થાય તેવું જાણીતા ભાગવતાચાર્ય ઈન્દ્રેશ ઉપાધ્યાયે ગાંધીધામમાં  ખનક સિલ્વર સ્ટુડિયો પ્રા.લિ.ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યુ હતું. યુવાઓના પ્રેરણાસ્રોત એવા કથાકાર ઈન્દ્રેશજીએ  જણાવ્યું હતું કે, ગાંધીધામની ભૂમિ પુણ્યરૂપ અને આધ્યાત્મિક છે. વધુમાં તેમણે માનવીના જીવનનાઘટમાળાને ટાંકીને કહ્યંy હતું કે,  કોઈ પણ વ્યક્તિ સુખ  નહીં, પરંતુ શાંતિ ઝંખી રહ્યો છે. સુખમેળવવા કરતા શાંતિ માટે દોડવું જોઈએ. ત્યાગનો મહિમા સમાજવતા તેમણે કહ્યં હતું કે, જેના સંગથી બૃદ્ધિ દૂષિત થાય તેમજ આપણી ભક્તિને અસર કરે તેવી તમામ વસ્તુઓ અને બાબતનો અને જેનાં હૃદયમાં ઠાકોરજી ન હોય તેવા લોકોનો પણ ત્યાગ કરવો જોઈએ. આધ્યામિક સૂરો રેલાવ્યા બાદ ભાગવતાચાર્યે  માતા સીતાને ભાગ્યલક્ષ્મી ગણાવીને ભગવાન શ્રીરામ દ્વારા માતા સીતાનાં પૂજનનો પ્રસંગ આબેહૂબ વર્ણવ્યો હતો.નારી સન્માનની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ નવી શરૂઆત પત્ની અથવા પુત્રી પાસેથી કરાવી જોઈએ. પત્ની અને પુત્રીએ તમારી ભાગ્યલક્ષ્મી છે, પુત્રી જન્મનું પણ મહત્ત્વ સમજાવ્યુ હતું. ઇન્દ્રેશજી મહારાજે અંજાર અને ગાંધીધામના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અંજારમાં બ્લડબેન્ક અને ગાંધીધામમાં ઘરેણાના શો-રૂમનું ઉદ્ઘાટન થયું. આજે શરીરના આંતરિક ઘરેણા રક્તની બ્લડ બેન્ક અને બાહ્ય ઘરેણાંના શો-રૂમના ઉદ્ઘાટનમાં હાજરી આપી. તેમણે ગાંધીધામ સાથે અનેરો લગાવ હોવાનું કહેતા કહ્યું હતું કે, આખો દેશ જે વૃંદાવન રસામૃત ગાન કરે છે તેની રચના ગાંધીધામ ખાતે થઈ છે. ધવનભાઈએ પોતાની બંને દીકરીનાં શો રૂમમાં રાખ્યા તે બિરદાવીને પરિવારે બેટી બચાવો બેટી પઢાઓનાં સૂત્રને સાર્થક કર્યું હોવાનું કહ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન વૃંદાવનનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં જેન્તીલાલ ખીમજી કોડરાણી, ધવન કોડરાણી, જિગર કોડરાણી, જ્યોતિબેન જયંતીલાલ કોડરાણી, કવિતાબેન કોડરાણી, નિશાબેન કોડરાણી, ખનક કોડરાણી, રીવા કોડરાણી, માધવ પીત્તી કમલજિતસિંહ, મુકેશ પીત્તી, અરવિંદ ભાનુશાલી, હરેશ કારિયા, કમલ ગણાત્રા, રવિશંકર રાઠી, પ્રેમભાઈ આહીર, કિરણ આહીર, ધવલભાઈ કેલા, મેહુલ નાકર, ચેતન ઠક્કર, મિતભાઈ ગોર, નારણભાઈ ગોર, ચિરાગભાઈ અગ્રવાલ, પંકજ ઠક્કર, ગોપાલભાઈ નારંગ, નમનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.રીવા બાય ઉમા ગોલ્ડ દ્વારા ત્રણ વર્ષ પૂર્વે રીવા ગોલ્ડ શરૂ કરાયા બાદ ખનક સિલવર સ્ટુડિયોનો આરંભ કરાયો છે. આ આયોજનને લોકોનો સારો પ્રતિસાદ સાંપડયો હતો.ખનક સિલ્વર સ્ટુડિયો પ્રા.લિ.ના ખનક ધવન કોડરાણી, ધવન કોડરાણી, જેન્તીભાઈ કોડરાણી, જિગરભાઈ કોડરાણી, માધવ મુકેશ વિગેરેએ મહેમાનોનું અભિવાદન કર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd