• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ભુજમાં રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ દબાણ હટાવાયાં

ભુજ, તા. 25 : ભુજમાં જ્યુબિલી સર્કલથી જનરલ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ થઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને જોડતા માર્ગને બન્ને તરફ 9-9 મીટર મળી 18 મીટર પહોળો કરી રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે, ત્યારે આ રોડ પહોળો કરવામાં નડતરરૂપ દબાણો નગરપાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાયાં હતાં. માર્ગ-મકાન વિભાગના દિશાનિર્દેશ તળે નગરપાલિકાની દબાણ શાખાએ રવિવારે સવારથી જ્યુબિલી ગ્રાઉન્ડથી લઈ જનરલ હોસ્પિટલ તરફના માર્ગે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સુધરાઈની દબાણ શાખાના જયદીપસિંહ ઝાલાના જણાવ્યાનુસાર રોડને બન્ને તરફ 9-9 મીટર પહોળો કરવા માટે માર્ગ-મકાન વિભાગે નગરપાલિકા હસ્તકના બે બસ સ્ટોપ નડતરરૂપ હોવાનું જણાવતાં જ્યુબિલી સર્કલમાં ડો. પી.એન. આચાર્યની હોસ્પિટલ પાસે અને ચંદન મેડિકલ સ્ટોર સામે આવેલ બસ સ્ટોપ તોડી પાડી રોડને ખુલ્લો કરાવાયો હતો. આ કામગીરી દરમિયાન જ્યુબિલીથી જનરલ હોસ્પિટલના માર્ગે 11 જેટલી લારીઓને પણ હટાવવામાં આવી હતી. રોડ નવીનીકરણની કામગીરીના પગલે હાલ રોડ પહોળો કરવા માટે ફૂટપાથ તોડવા સહિતની કામગીરી હાલ ચાલી રહી છે. આગામી દિવસોમાં નડતરરૂપ દબાણો હટાવવા સહિતની કાર્યવાહી જારી રહેશે, તેવું સત્તાવાર વર્તુળોએ માહિતી આપતાં જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd