અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : જાપાનના
આઇચી પ્રીફેક્ચર અને નાગોયા શહેરમાં આયોજિત પાંચમી એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ
સારું પ્રદર્શન કર્યું છે. ગુજરાતના ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સહિત કુલ આઠ
મેડલ જીત્યા છે. જેમાં સાબરકાંઠાનાં અંજનાબેન રોહિત બુંબડિયાએ પેરા એથ્લેટિક્સની મહિલા
400 મીટર ઝ47 સ્પર્ધા 59.97 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ
મેડલ જીત્યો છે. જ્યારે સાબરકાંઠાનાં જ તેજલબેન અમરજી ડામોરે પેરા એથ્લેટિક્સમાં બે
મેડલ જીતીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે મહિલા 400 મીટર ટી-12 સ્પર્ધા 57.60 સેકન્ડમાં પૂર્ણ કરીને સિલ્વર
મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત, મહિલા 200 મીટર ઝ12 સ્પર્ધા 25.23 સેકન્ડમાં પૂર્ણ કરીને બ્રોન્ઝ
મેડલ પણ જીત્યો છે.