• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

બિહારથી ભુજ સીધી ટ્રેન દોડશે : 30મીથી આરંભ

નવી દિલ્હી, તા. 25 : બિહાર અને ગુજરાત વચ્ચે રેલવેનો સેતુ રચાવા જઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છીઓ અને ભુજને ભેટરૂપે દિવાળીના તહેવાર પહેલાં જ બિહારના બરૌનીથી ગુજરાતમાં કચ્છના મુખ્ય મથક ભુજ વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી થશે. રેલવે પ્રશાસન 30મી ઓક્ટોબરનાં જ આ નવી અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી આપીને રવાના કરી શકે છે. આ ટ્રેન દોડતાં બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના અનેક પ્રમુખ શહેર વચ્ચે રેલવે સીધો સેતુ રચી આપશે. પ્રારંભિક તબક્કે પ્રસ્તાવિત સમયપત્રક મુજબ, અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન બરૌનીથી ભુજ વચ્ચે 2532 કિલોમીટરની સફર કરશે. આ યાત્રા પૂરી કરવામાં લગભગ ત્રણ દિવસનો સમય લાગશે ને એક સપ્તાહમાં ત્રણવાર ટ્રેન દોડાવવાની યોજના બનાવાઈ છે. છઠ અને દિવાળી જેવા મોટા તહેવારો દરમ્યાન બિહાર અને ગુજરાત વચ્ચે અવરજવર વધવાથી યાત્રીઓની ભારે ભીડ રહે છે. આવા સમયે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થતાં તહેવાર, રોજગાર અને કારોબારનાં કામો માટે ઘરની બહાર વસતા લોકોને અવરજવરમાં આસાની થઈ પડશે. રેલવે તરફથી ટૂંક સમયમાં આ નવી ટ્રેનના સ્ટોપ, પરિચાલન, સમયપત્રકની સત્તાવાર ઘોષણા બાદ તરત ટિકિટ બુકિંગ માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd