અંજાર,તા.25 : અહીંના ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના
ઉપક્રમે દાતાઓના સહયોગથી નિર્મિત દિપક મઘુકાંત વ્યાસ પરીવાર બ્લડ બેંકનુ સંતો અને મહંતોના
હસ્તે લોકાર્પણ કરાયુ હતું.પૂર્વકચ્છની બીજી રકતબેંકની સેવા શરૂ થવાથી રકતની જરૂરીયાત
ધરાવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે તેવો
મત ઉપસ્થિત અતિથીઓએ વ્યકત કર્યો હતો. પ્રારંભમાં વૃંદાવનના જાણીતા ભાગવતાચાર્ય ઈન્દ્રેશ
ઉપાધ્યાય,સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ,રામસખી મંદિરના મહંત કિર્તીદાસજી મહારાજ સહિતના સંતો અને મહંતોના હસ્તે રકતબેંકનુ
લોકાર્પણ કરાયુ હતું . આ વેળાએ બલ્ડબેંક પરીસરમાં અંજારના સ્વ.જેરામભાઈ બી.રાવલીયા(બબાકાકા)ની
પ્રતિમાનુ અનાવરણ કરાયુ હતું.ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપપ્રાગટય બાદ અંજાર રેડક્રોસના
ચેરમેન વસંતભાઈ કોડરાણીએ સ્વાગત ઉદબોધન આપ્યુ હતું. કથાકાર ઈન્દ્રેશ ઉપાધ્યાયે કહયુ
હતુ કે રકતદાનએ માનવ સેવા અને
પરોપકારનુ ઉતમ માધ્યમ છે. રકતદાન જેવુ સેવાકીય
કાર્ય કોઈ પણ જાતિ,ધર્મ અને સામાજિક ભેદભાવથી પર છે.જરૂરીયાતમંદને
રકત આપી તેનુ જીવન બચાવવુએ માનવતાની સર્વોચ્ય ભાવનાનુ પ્રતીક છે.વધુમાં તેમણે નવી પેઢીને
રકતદાન માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. રકતબેંકની કામગીરીને બિરદાવતા સાંસદ વિનોદ
ચાવડાએ કહયુ હતુ રકતની ઉપલબ્ધતા આરોગ્યસેવાનો
એક મહત્વપૂર્ણ ભાગ છે. આવી સુવિધા સ્થાનિક સ્તરે ઉભી થવાની દર્દીઓને નોંધપાત્ર લાભ
થશે. રકતદાનનુ મહત્વ સમજાવતા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યુ
હતુ કે વધુમાં વધુ લોકો રકતદાન માટે પ્રેરાય
તે વર્તમાન સમયની માંગ છે.વધુમાં તેમણે અહીં માત્ર 50 ટકા ખર્ચે લોહી પરીક્ષણ
તેમજ ફિઝીયોથેરાપી સેન્ટર શરૂ કરવા સૂચન કર્યું
હતું. જરૂરીયાતના સમયે રકત અને રકતદાતાઓની વિગતો મળી રહે તે માટે તૈયાર કરાયેલા મોબાઈલ એપ્લીકેશનનુ
લોકાર્પણ કરતા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે કહયુ હતુ કે રકતદાન અંગે જાગૃતિ ફેલાવવા અને જરૂરીયાતમંદ
લોકોને સમયસર માહિતી મળે તે માટેની આ ટેકનોલોજી ઉપયોગી સાબિત થશે.રકતદાનક્ષેત્રે વર્ષોથી
જોડાયેલા અને નિયમિત રકતદાન કરનાર અંજારના નરહરીભાઈ વ્યાસ તથા નયનભાઈ ભાવસારનુ રેડક્રોસ ધ્વારા વિશેષ બહુમાન કરાયુ હતું.
રકતબેંક નિર્માણ માટે સહકાર આપનાર દાતાઓનુ ઉપસ્થિત મહેમાનોના હસ્તે અભિવાદન કરી આભારની
લાગણી વ્યકત કરાઈ હતી. રકતબેંકના ઉદઘાટન પ્રસંગે 18 હજાર સી.સી રકત એકત્રિત થયુ હતું. રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા
તથા કાંતિભાઈ અમૃતિયા, ભાજપના પ્રદેશ
મંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધભાઈ
દવેના વીડીયોના માધ્યમથી શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. કાર્યક્રમમાં સમારોહમાં ઇન્ડિયન
રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લાના ચેરમેન ધવલભાઈ આચાર્ય, દિલીપભાઈ
દેશમુખ, ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર સુધરાઈનાં પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, પ્રાંત
અધિકારી એસ.જે. ચૌધરી,તેમજ
મુકેશભાઈ આચાર્ય, વિમલભાઈ મહેતા, મીરાબેન સાવલિયા, બળવંતભાઈ ઠક્કર, હીરાલાલભાઈ સોની, ડો. આર.એમ. ગુંદરાસણિયા, ડો. શ્યામસુંદર, ડો. વિરેન્દ્ર ઝોટા, ડો. અનંત હોંગલ, ડો. ઋત્વિજ અંજારિયા, મેહુલભાઈ વ્યાસ , બી.એન. આહિર, કાનજીભાઈ આહિર, હિતેનભાઈ
વ્યાસ, કિશોરભાઈ ખટાઉ, જગદીશભાઈ પટેલ સહિતના
અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન દિગંતભાઈ ધોળકીયા અને
આભારવિધી રેડક્રોસના વાઈસ ચેરમેન યોગેશભાઈ ગજજરે કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે
હિરેનભાઈ પંડયા,રામજીભાઈ ધેડા,મહેશભાઈ દોષી,ડેનીભાઈ શાહ,ઈસ્માઈલભાઈ ખત્રી,અશોકભાઈ
સોની,ગુમાનસિંહ જાડેજા,મહાદેવાભાઈ આહીર,આકાશ કોડરાણી વિગેરે સહકાર આપ્યો હતો.