• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

કેરાની ટેકનિકલ કોલેજ કર્મકુશલ `કર'ની ખાણ બનશે

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 25 : એક બાજુ ભારતના અનેક રાજ્યોમાંથી શ્રમિકો નોકરી માટે કચ્છ આવી રહ્યા છે જયારે બીજીબાજુ કચ્છના યુવાનો સામાન્ય નોકરી માટે વિદેશની વાટ પકડી રહ્યા છે. બન્ને કિસ્સામાં કુશળ તાલિમી માનવધન સર્જવાની જરૂર છે તેવી વાત કરતાં રવિવારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે પધરામણી કરી હતી અને ભક્તોને આ કાર્યમાં સહકાર આપવા પ્રેરણા કરી હતી. ચોવીસી સહિત સમગ્ર કચ્છના યુવક-યુવતીઓ માટે ટ્રસ્ટે નવકોર્ષ સાથે આઈ.ટી.આઈ. કમ ટેકનિકલ કોલેજ શરૂ કરવાનું નક્કી કર્યું છે. અહીં નારાયણપરના ધનજીભાઈ કરશન વરસાણી `દરબાર'એ પત્ની વેલબાઈના આત્મશ્રેયાર્થે દાન આપી ભૂમિ અર્પણ કરી છે અને ટ્રસ્ટે પૂર્વ છાત્ર  શાત્રી ધર્મજીવનદાસજી વિદ્યાસંકુલ નામકરણ કરેલું છે. ટેકનિકલ કોલેજના નૂતન સંકુલ માટે મૂળ કુંદનપરના આફ્રિકાવાસી દાતા મુળજીભાઈ લાલજી રૂડા પિંડોલિયાએ ત્રણ કરોડના દાનની જાહેરાત સાથે એમ.એલ. પિંડોલિયા સ્કીલ ડેવલપમેન્ટ અને ટેકનિકલ કોલેજ નામકરણ કરેલું છે. આ સંદર્ભે ખાતમુહૂર્ત ત્રિદિવસીય `પ્રેરણાપર્વ' ડિસેમ્બર 2026, 27,28,29 (રવિ-સોમ-મંગળ) ઉજવવાની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત સાથે ગુરુ અને આ સંસ્થાના પૂર્વ છાત્ર કેળવણીકાર સંત શાત્રી ધર્મજીવનદાસજીના સ્મારક પ્રેરણાધામ ભૂમિપૂજન પણ કરાશે. ચોવીસીના સાંખ્યયોગી બહેનોનું મિલન, રાસોત્સવ મહિલા સત્રના કેન્દ્રમાં છે. કચ્છની કંપનીઓ સાથે લાઈવ કોન્કલેવ, એનઆરઆઈથી હમવતનીઓને કનડતા પ્રશ્નો માટે જાગૃતિ માર્ગદર્શન સત્ર દ્રિતિપદિને બપોરે 3:30થી યોજાશે. ડિસેમ્બરમાં યોજાનાર મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે આશીર્વચન આપતાં કેરા-કુંદનપરની સુચિત ટેકનિકલ કોલેજ સમગ્ર કચ્છ અને ચોવીસીના છાત્રોને સ્થાનિકે રોજગારી પૂરી પાડશે. ગાદી સંસ્થાનના દેશ-વિદેશના ભાવિકો કાર્યમાં સાથ-સહયોગ આપવાનો છો. આ કાર્ય સાથ-સહયોગ આપવાનો છે. આ કાર્ય માત્ર ગામ પુરતું નથી 41 ગામોના 1500 બાળકો ભવિષ્ય ઘડતર કરી રહ્યા છે. સંસ્થાનના વરિષ્ઠ સંત શાત્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ સંસ્થાની પ્રગતિથી સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, અહીં સોલાર એનર્જીના કોર્ષ શરૂ કરવા જરૂરી છે. સંસ્થાન પ્રમુખ દેવેન્દ્રભાઈ વાઘજીયાણીએ પ્રેરણા પર્વની વિગતો આપી હતી. સંસ્થાન દ્વારા વિશાળ એલ.ઈ.ડી. અને જે.બી.એલ. સાઉન્ડ સિસ્ટમ માટે 40 લાખનું દાન એકત્ર કરી અપાયું હતું. પરિસરમાં સરદાર પટેલની પ્રતિમા તેમના સહયોગે છે. ભવિષ્યમાં મહિલા ઉત્થાન કેન્દ્ર માટે સહયોગી બનવા તૈયારી બતાવાઈ હતી. પધરામણી દરમ્યાન જીવનપ્રાણ અબજીબાપાને સ્મરતાં સ્થાપક મુક્તજીવન સ્વામીબાપા, વાત્સલ્યમૂર્તિ પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનો જયધોષ ગાજ્યો હતો. સંસ્થાના ઉપાધ્યક્ષ ડો. દિનેશ પાંચાણી, મંત્રી વસંત પટેલ, ખજાનચી વિનોદ કેરાઈ, મુકેશ વેકરીયા, ધીરજ લાધાણી, દાતા પ્રેમજી કેશરા કેરાઈ, હરીશ ખેતાણી, દિલીપ વેકરીયા, નવિન પાંચાણી, રવજી કેરાઈ, ગોવિંદ કરશન કેરાઈ, નરેન્દ્ર  વાઘજીયાણી, ભૂપેન્દ્ર  વાગડીઆ, હરીશ પિંડોરીયા, સુરેશભાઈ ભુવા, પરેશ સેંઘાણી, સુરેશ હાલાઈ સહિત મહિલા વિભાગમાં તુલસા વાઘજીયાણી, પુષ્પાબેન ભુવા, ઘનુ ખેતાણી, જશુ ભુવા સહિત દાતા મંજુલાબેન ઘનશ્યામ ટાપરીયા, આચાર્ય રંજનબેન અને તારાબેન, મહિલા સત્સંગી દેવુબેન જેઠાલા સવાણી, મેઘા હાલાઈ, પ્રેમિલા હાલાઈ, કે.કે. કેરાઈ પરિવાર સહિત સાંખ્યયોગી ફઈઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd