ભુજ, તા. 25 : આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ
ઘટાડા દિવસ નિમિત્તે ભુજની ઓફ્રેડ હાઇસ્કૂલ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ કેન્દ્ર સરકારના
યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય અંતર્ગત કાર્યાન્વિત માય ભારત ભુજ દ્વારા યોજાયો હતો.
જિલ્લા યુવા અધિકારી અમિત શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમની મુખ્ય થીમ સુરક્ષિત, સક્ષમ અને શાશ્વત આવતીકાલ માટે યુવાનોનું સશક્તિકરણ
રાખવામાં આવી છે. `સજ્જ યુવા, સમર્થ ભારત'ના ઉદ્દેશ્ય
સાથે યોજાયેલા આ કાર્યક્રમ દરમ્યાન આપત્તિ સજ્જતા, જોખમ પ્રત્યે
જાગૃતિ, યુવા સ્વયંસેવકતા અને સુરક્ષિત સમાજના નિર્માણ અંગે ઉપસ્થિત
વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે ઓફ્રેડ હાઇસ્કૂલ ભુજ ખાતે `સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ
માટે સ્વચ્છતાનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્યા એન. કે. સીજુ તેમજ
વિદ્યુત નિરીક્ષક કચેરીના સિનિ. કારકુન એમ. આઇ. બાયડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન
હેતલબેન પોકાર અને એસ. બી. રહેવરે આભારવિધિ કરી હતી. વ્યવસ્થાપન `માય ભારત ભુજ'ના વોલન્ટિયર શંકર ગઢવી તથા ભરતભાઇ રાઠોડે સંભાળ્યું
હતું.