• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

જાપાની ખેલાડીને હરાવી સિંધુ ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં

નવી દિલ્હી, તા. 24 : ડબલ ઓલિમ્પિક પદક વિજેતા બેડમિનટન ખેલાડી પી.વી. સિંધુ ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહોંચી છે. આજે રમાયેલી સેમિફાઈનલ મેચમાં તેણે જાપાનની હિના અકીચીને પરાજય આપ્યો હતો. ફાઈનલમાં તેનો સામનો કોરિયાની વિશ્વ નંબર  1 ક્રમાંકિત એન. સૈયંગ સાથે થશે. ભારતીય સ્ટારે જાપાની પ્રતિસ્પર્ધીને ત્રણ ગેમ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 21-10, 20-22, 21-16થી હરાવી આ વર્ષે બીજી છ વખત સુપર 750 સ્પર્ધાના ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો છે. આ 31 વર્ષીય ખેલાડીએ આ પહેલાં જુલાઈમાં જાપાન ઓપન સુપર 750નો ખિતાબ જીત્યો હતો. વિશ્વ રેન્કિંગમાં 22મા સ્થાને રહેલી 21 વર્ષીય જાપાની ખેલાડી અકેચીએ આ સપ્તાહે વાંગ ઝી યી અને પુતરી કુસુમા વારદાની જેવી ખેલાડીઓને હરાવી પોતાની ક્ષમત્તાનો પરિચય આપ્યો હતો. સેમિફાઈનલમાં બન્ને ખેલાડી વચ્ચે આકરી ટક્કર જોવા મળી હતી. જો કે, બાદમાં સિંધુએ પોતાના અનુભવનો પરચો આપી રમત પર કબજો જમાવ્યો હતો જે જીત સુધી જળવાયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd