• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ભારત મહિલા ટીમની ઝિમ્બાબ્વે સામે શ્રેણી જીત

નવી દિલ્હી, તા. 25 : ત્રણ વનડે મુકાબલાની શ્રેણીના બીજા મુકાબલામાં ભારતીય મહિલા ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરી ઝિમ્બાબ્વે સામે 121 રને વિજય મેળવ્યો છે. આ વિજય સાથે ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી ટ્રોફી પર કબજો જમાવી લીધો છે. હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માની સદી બાદ બાલિંગ આક્રમણમાં વૈષ્ણવી શર્માની ધારદાર બાલિંગ ભારતની આ જીતનું મુખ્ય કેન્દ્રાબિંદુ રહી હતી. ટોસ બાદ પ્રથમ બાટિંગ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાના (0) અને શેફાલી વર્મા (8) સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. જોકે, પ્રતિકા રાવલે 61 રનની ઈનિંગ્સ રમી પાયો મજબૂત કર્યો હતો. ત્યારબાદ હરમનપ્રીત કૌરે 121 બોલમાં 126 રન અને દીપ્તિ શર્માએ 88 બોલમાં અણનમ 106 રનથી ઝિમ્બાબ્વેના બાલિંગ આક્રમણને વેરવિખેર કરી મૂક્યું હતું. બંને વચ્ચેની ભાગીદારીના જોરે ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 328 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી નોમવેલો સિબાન્ડાએ 2 વિકેટ ઝડપી હતી. 329 રનના હિમાલય જેવા લક્ષ્યાંક સામે ઝિમ્બાબ્વેની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. ઓપનર મોડેસ્ટર મુપાચિક્વાએ 49 રન અને ચિપો મુગેરી-તિરીપાનોએ 46 રન બનાવી થોડી લડત આપી હતી, જ્યારે બિલોવ્ડ બિઝાએ 34 રનનું યોગદાન આપ્યું હતું. વૈષ્ણવી શર્માએ 4 વિકેટો ઝડપી હતી. દીપ્તિ શર્માએ બાટિંગ બાદ બાલિંગમાં પણ પ્રભાવ પાડી 3 વિકેટ ઝડપી હતી. ઝિમ્બાબ્વેની સમગ્ર ટીમ 48.5 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રેણીનો આખરી મુકાબલો હવે ઔપચારિક બની રહેશે, જ્યાં ભારત ક્લીન સ્વીપ કરવાના મજબૂત ઈરાદા સાથે ઉતરશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd