ગાંધીધામ, તા. 25 : રાપર તાલુકાના કાનપર ગામ નજીકથી
એલ.સી.બી.એ એક કારમાંથી રૂા. 6,48,520નો
શરાબનો જથ્થો પકડી પાડયો હતો. જો કે ચાલક નાસી છૂટયો હતો અને દારૂ મગાવનારા ત્યાં હાજર
મળ્યા નહોતા.પૂર્વ કચ્છ એલસીબીની એક ટીમ કાનપર-ઉમૈયા ચાર રસ્તા બાજુ આજે સવારે પેટ્રોલિંગમાં
હતી દરમ્યાન મનજી માવજી કોળી, પરબત
દેવા ભરવાડ (રહે. બન્ને રાપર) તથા ગંગારામ વેરશી કોળી (રહે. ફતેહગઢ) નામના શખ્સો કારમાં
દારૂ ભરી કાનપર ઉમૈયા સીમ વિસ્તારમાંથી અંદરના ખેતરોના માર્ગ પરથી આવનાર હોવાની પૂર્વ
બાતમી મળી હતી. પોલીસે કાનપર ગામના સ્મશાન પાછળના ભાગે ખેતરોવાળા માર્ગે જતાં ફોર્ચ્યુનર
ગાડી આવતાં તેને રોકાવવા જતાં ચાલકે ગાડી આગળ હંકારી દીધી હતી. આગળ જઈને ગાડીનો ચાલક
ગાડી ત્યાં મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો. કાર નંબર જી.જે.-18-બીબી- 2502માં તપાસ કરતાં તેમાં દારૂ
મળી આવ્યો હતો. ગાડીને પોલીસ મથકે લઈ જઈ તેમાંથી પાર્ટી સ્પેશિયલ ગોલ્ડ પ્રીમિયમ વ્હીસ્કી
180 મિલિના 4700 કવાર્ટરિયા તથા 8 પીએમ સ્પેશિયલ રેર વ્હીસ્કી, 750 મિલિની 108 બોટલ એમ કુલ રૂા. 6,48,520નો શરાબ જપ્ત કરાયો હતો. ફોર
સેલ ઈન પંજાબ તથા રાજસ્થાન લખેલો આ દારૂ અહીં કોણ લાવ્યું હતું અને કોણ નાસી ગયું તે
બહાર આવ્યું નથી જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.