• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

રામાણિયામાં 75 લાખના ખર્ચે નિર્મિત મહાશાળાનું લોકાર્પણ

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 25 : સફળતાની સીડી ચડયા હોઈએ તેના સોપાનો કદી ભુલવા જોઈએ નહીં. આપણે દીકરીને ભણાવીને જંપવાને બદલેતેને આર્થિક પ્રવૃત્તિઓમાં જોડવી જોઈએ. આ ગામે કોલેજનું મંગલાચરણ કરવાની નોબત આવશે તો જગ્યા-જમીન-ઉપલબ્ધ - ઉપલબ્ધ કરાવવા, લાયબ્રેરી અર્થે ગ્રાન્ટ નસીબ કરાવવા સરકારી તંત્ર તત્પર રહેશે એમ મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામે સારસ્વતમસંચાલિત શ્રીમતી કસ્તુરબેન વિરજી વેરશી રાંભિયા ઉચ્ચતર માધ્યમિક શાળા સંકુલનું લોકાર્પણ કરાવતાં કચ્છના કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રમુખઅતિથિ પદેથી જણાવ્યું હતું.  રૂા. 75 લાખના ખર્ચે સાકાર મહાશાળાના દાતા શરદભાઈ શાહ, મુંજાલભાઈ શાહ અને અમીબેન વગેરે પરિવારનો કચ્છી પાઘડી પહેરાવીને ઋણ સ્વીકાર કરાયો હતો. દાતા રાંભિયા પરિવાર દ્વારા રૂપિયા પોણા કરોડના ખર્ચે 3પ00 ચો. ફૂટ બાંધકામવાળા ઉચ્ચ માધ્યમિક નવનિર્મિત સંકુલનું નિર્માણ કરાયું છે. સારસ્વતમ વડા વિજયાલક્ષ્મીબેને 56 વર્ષોથી સંસ્થાને અડિખમ રાખવા બદલ શરદભાઈ, હેમંતકુમાર, મુજાલભાઈ જેવા સમર્પિત દાતાઓને યશભાવી ગણાવતા ગુણવતા આટલી મોટી નિધિ દાન અર્થે માત્ર 10 મિનિટમાં હકારાત્મક નિર્ણય લેવાયો તેને પ્રેરક ગણાવ્યું હતું. તેમણે રામાણિયા ખાતે સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર અને વિવિધ સ્પર્ધાઓ માટે મદદગાર લાયબ્રેરી સાકાર કરવા સુચવ્યું હતું. આ શાળામાં દાતા પરિવારના અને બિદડા સર્વોદય ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી હેમંતકુમારભાઈ રાંભિયાએ શાબ્દિક સત્કારમાં કહ્યું હતું કે દાતા પરિવારનું કમિટમેન્ટ છે કે જો રામાણિયા ખાતે આર્ટસ, કોમર્સ કોલેજ અને જમીન ઉપલબ્ધ કરાવાય તો આર્થિક સહયોગ માટે તત્પરતા રહેશે મહિલાઓને રોજગારી અર્થે પાંચ દાયકા પહેલા લિજ્જત પાડપનું બીજારોપણ આજે કરોડોનું ટર્નઓવર કરતું હોવાનું તેમણે યાદ કરાવ્યું હતું. ભૂકંપ પછીના પુન:નિર્માણ વગેરે માટે સ્વ. બચુભાઈ રાંભિયાની દૃષ્ટિ અને સૃષ્ટિ દ્વારા લાગણી પ્રદશિત કરી હતી. સારસ્વતમના ટ્રસ્ટી શિવજીભાઈ આહીરે સ્વ. તુલસીદાસ શેટ ઝુમખભાઈ મહેતા વગેરેને દીર્ઘદૃષ્ટી થકી પ્રગટેલી અંતરિયા વિસ્તારોમાં શિક્ષણ જ્યોત વિજયાબેનના નેતૃત્વમાં ભાવરૂપે બરકરાર હોવાનું કહ્યું હતું. અતિથિપદેથી બી.એસ.એફ.ના બ્રિગેડીયર યોગેન્દ્રસિંહ રાઠોડે બિદડામાં વિશ્વસ્તરનું નેચર કયોર નેત્રદીપક હોવાનું જાવી સારસ્વતમની હાઈસ્કૂલો રિમોર્ટ એરિયામાં હોવાનું કાબિલેદાદા જણાવ્યું હતું. દાતા મલ્ટિનેશનલ પારસ ડિફેન્સના ડાયરેકટર મુંજાલભાઈએ ઈન્ટર્નરશીપ માટે પણ આર્થિક સહયોગની દિલેરી દર્શાવી હતી. જિલ્લા શિક્ષણાધીકારી સંજયભાઈ પરમારે કચ્છ શિક્ષણ આરોગ્ય સાધના અર્થે દાતાઓની ધરતી અનુભવતા કહ્યું હતું કે 26.4 ની સ્થગિતતા હવે ઘટીને આઠ ઉપર પહોંચી છે. કચ્છમાં પાંચ ગામોમાં શિક્ષણ અર્થે દાતાઓએ જમીન આપી છે. 35  સ્કૂલો માટે જમીન મંજૂર કરાઈ છે. બ્રિગેડીયર શશીજજીએ કહ્યું કે ગરીમાસભર માટીમાંથી ગરિમાપૂર્ણ પ્રતિભા પાંગરે. ઉદ્ઘોષણા કરતા આચાર્યા જયશ્રીબેન ત્રિવેદીએ સંસ્થાગત જાણકારી આપી હતી. વક્તાઓ ઉપરાંત મંચસ્થ દાતા શરદભાઈ, અમીબેન ન્યાયમૂર્તિ શર્માજી, ડો. વી. વિજયકુમારજી, સરપંચ બળદેવસિંહ ગોહિલ વગેરેનો સત્કાર મુલેશભાઈ દોશી, હર્ષ ભણશાલી, શરદભાઈ રાંભિયા, હનીફભાઈ મિત્રી, જયશ્રીબેન ત્રિવેદી વગેરેના જ્યારે કલેકટરનો દાતા પરિવારના હાથે અંતિમ સત્રમાં લોકાર્પણ કરાયું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, ટ્રસ્ટીઓ ડો. મયૂરભાઈ મોતા, શરદભાઈ રાંભિયા, નિયામક મુકેશભાઈ દોશી, ડો. રોહિતભાઈ સાવલા, સુરેશભાઈ સંઘાર, અરવિંદભાઈ જોશી, વિવિધ સંસ્થા અને સમુદાયના પ્રતિનિધિઓ રાજેશ સોરઠિયા વગેરે જોડાયા હતા. મુસ્લિમ સમાજે દાતા પરિવારનું બહુમાન ઋણ સ્વીકાર કર્યો હતો. ભાવિકભાઈ રાજગોરે આયોજન અને સંચાલન દિનેશભાઈ નાગુએ અને આભારદર્શન બળવંતસિંહ ગોહિલે કર્યું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd