• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

500થી વધુ ફિલ્મના ડેટા લીકથી ખળભળાટ

મુંબઈ, તા. 25 : ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેની વાર્તા અને માહિતી ગુપ્ત રાખવા માટે ફિલ્મ નિર્માતાઓ ખૂબ જ તકેદારી રાખતા હોય છે, કેમ કે જો કોઈ પણ કારણસર ફિલ્મની વિગતો કે આખેઆખી ફિલ્મની પ્રિન્ટ ઈન્ટરનેટ પર લીક થઈ જાય, તો નિર્માતાને કરોડોની ખોટ જાય. ભારતીય ફિલ્મ ઉદ્યોગને લગતો એક ખૂબ જ મોટો અને ચોંકાવનારો ડેટા લીક સામે આવ્યો છે, જેણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે.  CBFCના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ `ઈ -સિનેપ્રમાણ' પરથી 500થી વધુ ફિલ્મના અત્યંત ગુપ્ત દસ્તાવેજો લીક થઈ ગયા છે. આ એ જ પોર્ટલ છે, જેના દ્વારા દેશભરની ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. અહેવાલો મુજબ, આ પોર્ટલની સુરક્ષા તોડીને કોઈએ આ દસ્તાવેજો ગેરકાયદેસર રીતે મેળવ્યા હતા અને તેને `ઈન્ટરનેટ આર્કાઈવ' પર ડાઉનલોડ કરવા માટે મૂકી દીધા હતા. આ લીક ટેકનિકલ ખામીને કારણે થઈ છે કે પછી કોઈ મોટા સાયબર હુમલાનો ભાગ છે, તે તપાસનો વિષય છે. આ ડેટા લીકમાં ફિલ્મો આખી લીક નથી થઈ, પરંતુ તેમની સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો લીક થયા છે, જેમાં ફિલ્મોની મૂળ ક્રિપ્ટ અને વાર્તા સેન્સરશિપના સર્ટિફિકેટ રેકોર્ડ અને કટ ઓર્ડર વ્યવસાયિક કરારો અને ડિસ્ટ્રિબ્યૂશન ડીલ કરોડો રૂપિયાની લાયસન્સિગ ફી અંગેની માહિતી   વિગતો સામેલ છે. ફિલ્મ નિર્માતાઓ અને ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે આ પ્રકારના વ્યવસાયિક કરારો અત્યંત ગુપ્ત હોય છે. જો આવી માહિતી જાહેર થઈ જાય, તો ભવિષ્યના બિઝનેસ ડીલ, ટ્રેડ વાટાઘાટો અને બોક્સ ઓફિસની વ્યૂહરચના પર નકારાત્મક અસર પડી શકે છે. ફિલ્મોની ક્રિપ્ટ અને વાર્તા ઓનલાઈન લીક થવાથી સોશિયલ મીડિયા પર `સ્પોઇલર્સ' વાયરલ થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને આગામી થ્રિલર અને સસ્પેન્સ ફિલ્મોના ક્લાઈમેક્સ પહેલેથી જ લીક થઈ જવાથી પ્રેક્ષકોનો ફિલ્મ પ્રત્યેનો રસ ઘટી શકે છે, જેની સીધી અસર ફિલ્મનાં બોક્સ ઓફિસ કલેક્શન પર પડે છે. બ્લેકમાલિંગ અને ખંડણીની શક્યતા : ડેટા ચોરનારા સાયબર ગુનેગારો આ ગુપ્ત કરારો અને ક્રિપ્ટનો દુરુપયોગ ન કરવાના બદલામાં ફિલ્મ નિર્માતાઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી (છફક્ષતજ્ઞળ) માંગી શકે છે. બ્લેકમાલિંગનું આ જોખમ નિર્માતાઓ માટે ભવિષ્યમાં મોટું આર્થિક નુકસાન લાવી શકે છે. મામલાની ગંભીરતા જોઈને ઈઇBિઍ એ તાત્કાલિક આંતરિક તપાસ અને આખા પોર્ટલનું સુરક્ષા ઓડિટ શરૂ કરી દીધું છે.    `ઈન્ટરનેટ આર્કાઈવ' પ્લેટફોર્મે ડેટા અપલોડ કરનારા શંકાસ્પદ એકાઉન્ટને ડિલીટ કરવાની અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવાની ખાતરી આપી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd