• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ખારીરોહરના માથાભારે શખ્સ સામે તડીપારની કડક કાર્યવાહી

ગાંધીધામ, તા. 25 : અહીંની બી-ડિવિઝન પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અને અસામાજિક તત્ત્વો પર અંકુશ લાવવા માટે એક માથાભારે શખ્સ સામે તડીપારની કડક કાર્યવાહી કરી છે. અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. વારંવાર શરીર અને મિલકત સંબંધી ગંભીર ગુનાઓ આચરતા ખારીરોહર ગામના માથાભારે શખ્સ મુસ્તાક જુસબ કટિયા  વિરુદ્ધ તેના ગુનાહિત ઇતિહાસને આધારે તડીપારની દરખાસ્ત અંજારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ  એસ.જે. ચૌધરી સમક્ષ મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં મેજિસ્ટ્રેટ દ્વારા આ માથાભારે ઇસમને કચ્છ જિલ્લા તેમજ તેને અડીને આવેલા મોરબી, સુરેન્દ્રનગર તથા પાટણ જિલ્લાઓની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરી આ શખ્સને હસ્તગત કરી તડીપારના હુકમની બજવણી કરી હતી.  પકડાયેલા આ શખ્સ વિરુદ્ધ અગાઉ  ચાર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ગાંધીધામ `બી' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ, ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો, ઈ.પી.કો. કલમો તેમજ પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઇપલાઇન્સ એક્ટ અને સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ હેઠળના ગુનાઓ સામેલ છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd