નખત્રાણા, તા. 25 : અહીંના સોમૈયા સર્વોદય ટ્રસ્ટ
અને જીવનજ્યોત બ્લડબેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. નખત્રાણામાં
કલ્પેશ સોમૈયાની પુણ્યતિથિએ યોજાયેલા રક્તદાન કેમ્પને દીપ પ્રાગટયથી સંસ્થાના મોવડીઓ
દ્વારા ખુલ્લો મૂકાયો હતો. ટ્રસ્ટના મંત્રી પીયૂષભાઈ સોમૈયાએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓનો
ચિતાર આપ્યો હતો. આ તકે ડો. રમણીક પટેલ, ડો. ભાવિકાબેન સોમૈયા, ભરત બળિયા, જગદીશ ગોહિલ, ઉવર્શી
પિંડોરિયા, જ્યોતિકા વરસાણી, સંસ્થાના કાર્યકરો
શંકરભાઈ ભીમાણી, પ્રવીણભાઈ દિવાણી, જેન્તીભાઈ
જબુઆણી, નિકેશ ઠક્કર, છગનભાઈ આઈયા,
વેલજી પાયણ, ખુમાનસિંહ જાડેજા, દેવેન્દ્ર સુથાર, ભાવેશ હળપાણી, નરશી દિવાણી, વિજય બુચિયા, વાઘજી
મહેશ્વરી, અશ્વિન જેપાર, સલોની જોષી,
ગીતાબેન ગેડિયા, ઉર્મિલા ગોસ્વામી, હીનાબેન સુથાર, નેહાબેન સોમૈયા, ડોલીબેન દાફડા, ચંદ્રેશ સોમૈયા, અવિનાશ ગોસ્વામી, કિશોર લીંબાણી, જિજ્ઞેશ પલણ, મેહુલ દાવડા, રાજદીપ
ઠક્કર, આશિષ ઠક્કર, ઉમંગ સોમૈયા,
ભરત પટેલ, બિજલ રબારી, હિરેન
ભાનુશાલી, કલ્પેશ લુહાર વગેરેએ 14,350 સીસી રક્તદાન કર્યું હતું.
મનન લુહારે આભારવિધિ કરી હતી.