• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

બિદડામાં ફૂટ કેર રિહેબિલિટેશન કેમ્પ યોજાયો : 56 દર્દીની તપાસણી

બિદડા (તા. માંડવી), તા. 25 : અહીંના જયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ફૂટ કેર રિહેબિલિટેશન સેન્ટર ખાતે ફૂટ કેર રિહેબિલિટેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પના પ્રારંભે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, ટ્રસ્ટી હેમંતભાઈ રાંભિયાના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. ફુટ સ્કેનિંગ યુનિટના દાતા વેલજી વિશ્રામ પોપટ-મુંબઈ અને જયકાલ એક્સપોર્ટ પ્રા. લિ.-મુંબઈના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 56 દર્દીની તપાસણી કરાઈ હતી. પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ વિભાગની ટીમ દ્વારા દર્દીઓના પગની તપાસ, પગમાં દુ:ખાવો, સપાટ પગ, પગની વિકૃતિ, ચાલવામાં તકલીફ, પગ પર પડતા વધારાનાં દબાણ, ડાયાબિટીસના કારણે પગમાં થતી સમસ્યાઓ વગેરેનું મૂલ્યાંકન કરાયું હતું. આ તકે પગની સંભાળ, ચાલવાની પદ્ધતિમાં સુધારો, સંતુલન જાળવવા, દૈનિક પ્રવૃતિઓ સરળતાથી કરી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  ટ્રસ્ટના ચેરમેન, ટ્રસ્ટીએ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી નિદાન, પન:વર્સન સેવાઓ પહોંચાડવા પર ભાર મૂકયો હતો. સેન્ટરના ડિરેક્ટર ડો. મુકેશ દોશી, ડો.લોગનાથન વગેરે સહયોગી બન્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd