ભુજ, તા. 7 : કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ
દ્વારા કેસીઆરસી સંસ્થામાં 103 દિવ્યાંગો
માટે વિવિધ સાધન સહાય અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. સમિતિના ગોધરાની સમિતિના પ્રમુખ
અરાવિંદભાઈ જોશી અને ચંદ્રકાંતભાઈ મોતા તથા તેમની ટીમ દ્વારા 28 વર્ષોથી અનેકવિધ સેવાકીય કાર્યો
થઈ રહ્યા છે. જેમાં કચ્છના અનેક દિવ્યાંગ વ્યક્તિઓને અંધજન મંડળ ખાતે અને સમગ્ર કચ્છમાં
ટ્રાયસિકલ, વ્હીલચેર, સિલાઈ મશીન જેવા સાધનો આપીને દિવ્યાંગ લોકોને પગભર કર્યા છે. આ સાધનો આપીને
દિવ્યાંગ લોકોને નવું જીવન પ્રદાન કરવામાં આવે છે. 80 દિવ્યાંગ બાળકોને સ્કુલ ડ્રેસ
અને સ્કુલ બેગ તથા 14 દિવ્યાંગ
વ્યક્તિઓને વ્હીલચેર, છ દિવ્યાંગ
બહેનોને સિલાઈ મશીન અને ત્રણ દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાઇસીકલ અર્પણ કરવામાં આવી,
જેમાં સબકા મંગલ હો અંધેરી મુંબઈ, માતૃશ્રી કંચનબેન
કરસનજી મહેતા હસ્તે- ધીરજભાઈ મહેતા (લીબ્રા પ્રોડક્ટ)ગોધરા ઘાટકોપર મુંબઈ, શાંતિભાઈ શિવજીભાઈ પટેલ રતનપર (મઠું) હાલે મુંબઈ, કચ્છી
ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ -મુંબઈ, ઠાકરશીભાઈ લખમીદાસ જોયસર કચ્છ
ગામ તેરા હાલે- મુંબઈ, પૂર્ણ સ્મૃતિમાં શ્રીમાન પ્રતાપભાઈ કરસનદાસ
હરિદાસ જોયસર- પરિવાર કચ્છ ગામ નુધાતડ હાલે મુંબઈ, માતૃશ્રી સાવિત્રીબેન
વલ્લભદાસ ચોથાણી- માંડવી, માતૃશ્રી સોનબાઈ લક્ષ્મીદાસ વીરજી ભારમલ
હસ્તે દિવ્યાબેન મોહનલાલ ચાંદા ગામ -ધુણઈ તા-માંડવી, સુંદરજીભાઈ
લાલજીભાઈ ભેદા પરિવાર જૂહુ -પારલા -મુંબઈ સબકા મંગલ હો -બારઈ મુંબઈ લાયન્સ ક્લબ માધાપર,
માતૃશ્રી મણીબેન મંગલદાસ ઠક્કર પરિવાર મુલુંડ મુંબઈ હસ્તે - પંકજભાઈ
ઠક્કર દાતાઓએ સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પૂર્વ સાંસદ
પુષ્પદાનભાઈ ગઢવી, મીતભાઈ ઠક્કર, દિનેશભાઈ
શાહ, રાજુભાઈ પલણ, પબુભાઈ ગઢવી,
સુખપરના દાતા વાલજીભાઈ વાઘજીયાણી, જયંતીભાઈ જોશી,
શૈલેષભાઈ ચૌહાણ અને કલ્પનાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ દિનેશભાઈ
શાહે કરી હતી.