ભુજ, તા. 18 : પાકિસ્તાન સાથે રણ અને દરિયાઈ
સરહદ સાથે જોડાયેલાં કચ્છના 106 સરહદી ગામને
વાયબ્રન્ટ વિલેજ તરીકે વિકસાવવા માટેની પ્રક્રિયા ધીમી ગતિએ આગળ ધપી રહી હોવાથી કચ્છનાં
આ સરહદી ગામોની વાયબ્રન્ટ બનવાની રાહ લંબાઈ રહી છે. મોજણીનું કાર્ય સંપન્ન થયા બાદ
અમલીકરણના તબક્કે પહેંચલું કાર્ય હજુ થોડો સમય લેશે તેવું તંત્રવાહકો દ્વારા સત્તાવાર
રીતે જણાવાયું છે. - વાયબ્રન્ટ
વિલેજ પ્રોગ્રામનો લાભ ત્રણ જિલ્લાને મળશે : ભારત સરકારના
ગૃહ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રમનો લાભ રાજ્યના ત્રણ સરહદી
જિલ્લા કચ્છ, બનાસકાંઠા અને પાટણને મળવાનો
છે. તેમાંય આ પ્રોગ્રામમાં સવાર્ધિક ગામો કચ્છના છે. કેન્દ્ર સરકારે અગાઉ સરહદી વિસ્તાર
વિકાસ કાર્યક્રમમાં સમાવિષ્ટ હતા તે તમામને આ વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામમાં આવરી લેવાયા
છે. - પાઈલટ પ્રોજેક્ટ બાદ દેશવ્યાપી
અમલ : ભારત સરકારે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો
પાઈલટ પ્રાજેક્ટ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હથ ધરાયો હતો. પાઈલટ પ્રોજેક્ટ બાદ દેશવ્યાપી
અમલ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સરાકરે આ પ્રોગ્રામ માટે 6839 કરોડનું ફંડ પણ ફાળવી દીધું
છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના દિશા-નિર્દેશ હેઠળ ગુજરાત ઉપરાંત
આસામ, અરુણાચલપ્રદેશ, સિક્કીમ,
બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ,
ઉત્તરાખંડ, પંજાબ સહિતના સરહદી રાજ્યોને આ કાર્યક્રમ
હેઠળ આવરી લેવાયા છે. - માળખાંકીય
વિકાસને પ્રાથમિક્તા : વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ કચ્છના
106 સરહદી ગામમાં સર્વાંગી વિકાસની
સાથે માળખાંકીય વિકાસનાં કામોને પ્રાથમિકતા અપાશે. મોજણી દરમિયાન કૌશલ્ય વિકાસ, સાંસ્કૃતિક વારસાની જાળવણી, આજીવિકા નિર્માણ, આરોગ્ય, શિક્ષણ,
આવાસ સહિતનાં કામોને આવરી લેવાયાં હતાં. - અમલીકરણની પ્રક્રિયા અંતિમ
તબક્કે : સત્તાવાર વર્તુળોનો સંપર્ક સાધતાં વાયબ્રન્ટ
વિલેજ પ્રોગ્રામ હવે અમલીકરણના તબક્કે પહોંચ્યો છે. બાકી રહેતી વહીવટી કામગીરી પૂર્ણ
થતાં અમલીકરણ તરફ ડગ માંડવામાં આવશે.