અંજાર, તા. 20 : અંજાર નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં. એકથી નવના વિસ્તારોના
રહેવાસીઓ માટે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું
હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ
યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાએ પ્રાસંગિક
વક્તવ્ય આપી કાર્યક્રમનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પોતાનું
વક્તવ્ય આપતા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકાએ જણાવ્યું હતું કે, સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના
માનવી સુધી પહોંચે તે હેતુથી આવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. વિવિધ યોજનાઓનો
લાભ જરૂરિયાતમંદોએ લઈ કેન્દ્ર તથા રાજ્ય સરકારનાં સ્વપ્નોને સાકાર કરવા પ્રયત્નશીલ
રહેવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ કચેરી અધીક્ષક નરાસિંહભાઈ દાવા,
ખીમજી પાલુભાઈ સિંધવ અને પ્રોજેક્ટ મેનેજર ભારતીબેન બારોટ કર્યું હતું,
જ્યારે આભારવિધિ શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણીએ કરી હતી. આ વેળાએ શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, જિલ્લા ભાજપ
કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, ભુજ તાલુકા ભાજપ સહપ્રભારી ડેનીભાઈ શાહ, નગરપાલિકાના
ઉપપ્રમુખ પરેશભાઈ માલસત્તર, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ
લોદરિયા,, દંડક ગિરીશભાઈ પરમાર, અંજાર શહેર
ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, અંજાર શહેર ભાજપ મહામંત્રી
ક્રિપાલાસિંહ રાણા, સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પી.એમ. સ્વનિધી
યોજનાના લાભાર્થીઓને લોન મંજૂરીપત્ર એનાયત કારાયા હતા તેમજ આયુષ્યમાન કાર્ડ,
આધારકાર્ડ, વયવંદના યોજના, નિરાધાર વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપ આર્થિક સહાય વિગેરે
યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.