ભુજ, તા. 20 : વડોદરા ખાતે ગુજરાતની કલાક્ષેત્રની
ઊભરતી પ્રતિભાને મંચ આપવાના હેતુથી ગુજરાત ક્રિએટર્સ એવોર્ડસ-2026નું આયોજન કરાયું હતું, જેમાં ભુજોડી ગામના ઋગ્વેદ સીજુને બેસ્ટ ચાઈલ્ડ
મોડેલ માટે ગુજરાત ક્રિએટર્સ એવોર્ડ અપાયો હતો. ઋગ્વેદને એવોર્ડ બોલીવૂડ અભિનેતા ઋષાદ
રાણા અને બોલીવૂડ અભિનેત્રી સબા ખાન દ્વારા આપવામાં આવ્યો હતો. ઋગ્વેદને ફેશન મોડેલિંગ
ક્ષેત્રના સારા કાર્યો માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે ફેશન મોડેલિંગ ક્ષેત્રમાં
પ્રિન્સ ઓફ ગુજરાત-2025 ટાઈટલ જીત્યું
છે તેમજ ગુજરાત ગૌરવ એવોર્ડ-2025થી પણ સન્માનિત
થયો છે. ભુજોડી પ્રા. શાળામાં ધો. 6માં અભ્યાસ કરતા ઋગ્વેદને હાલમાં કચ્છ-ધોરડો ખાતે ગ્લોબલ ગુજરાતી
એવોર્ડ મળ્યો હતો તથા અંજારમાં કચ્છ ગૌરવ એવોર્ડથી પણ સન્માનિત થયો હતો તેમજ રાજકોટમાં
સાઈનિંગ સ્ટાર ફેશન શોમાં વિજેતા પણ રહ્યો હતો.