ભુજ, તા. 20 : ગઈકાલથી માધાપરમાંથી સાડા પંદર વર્ષનું સગીર બાળક ગુમ થતાં
અપહરણની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે માધાપર પોલીસ મથકે, મહાપ્રભુનગર ખાતે રહેતા પ્રભુભાઈ નાઈએ નોંધાવેલી
ફરિયાદ મુજબ ગઈકાલે સવારે તેમનો દીકરો ધ્રુવ માતા સાથે શાકભાજી લેવા ગયો હતો,
જ્યાંથી ધ્રુવ ફરિયાદીના ભત્રીજા સંજયભાઈની દુકાને જેષ્ઠાનગર - ભુજ જાઉં
છું કહીને નીકળી ગયો હતો અને રાત સુધી પરત ન ફરતાં સંજયને ફોન કરતાં ધ્રુવ તેની પાસે
આવ્યો જ ન હોવાનું જણાવ્યું હતું. આ બાદ પરિજનોની પૂછપરછ અને શોધખોળ કરતા ન મળતાં માધાપર
પોલીસ મથકે આવતાં પોલીસે વિગતો સાથે અપહરણની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.