નવી દિલ્હી, તા.19 : દિગ્ગજ ટેબલ
ટેનિસ મહિલા ખેલાડી મનિકા બત્રાને આગામી એશિયન ગેમ્સ-2026ની ભારતીય ટીમમાં પસંદ કરવામાં
આવી નથી. આથી નારાજ બત્રાએ ટેબલ ટેનિસ ફેડરેશન
ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઇ) પર અન્યાયનો આરોપ લગાવીને પોતાને ન્યાય આપવા પીએમ મોદીને અપીલ
કરી છે. 31 વર્ષીય મનિકા બત્રાને એશિયન
ગેમ્સની ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડીની સૂચિમાં સામેલ કરવામાં આવી છે. મનિકાનો વિશ્વ
ક્રમાંક પ1 છે. ટીટીએફઆઇ દ્વારા મનિકાની પસંદગી ન કરવા
પર એવો હવાલો અપાયો છે કે, તેણી ઘરેલુ
સ્પર્ધાઓથી સતત દૂર રહી છે. આથી પસંદગીનો આધાર બનતો નથી. આ સામે બત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર
મોદી અને ખેલ મંત્રી મનસુખ માંડવિયાને હસ્તક્ષેપ કરવાની વિંનતી કરી છે.