ગાંધીધામ, તા. 20 : અંજાર-મુંદરા ધોરીમાર્ગ ઉપર
પૂરઝડપે આવતી ટ્રકે મોટરસાઈકલને ટક્કર મારી હતી,
જેમાં દ્વિચક્રીય વાહનમાં બેઠેલા વશરામભાઈ (વશાભાઈ) તમાચીભાઈ મકવાણા
(ઉ.વ.44)નું મૃત્યુ થયું હતું. ધોરીમાર્ગ ઉપર ગત તા.19/6ના સાંજે 4.15 વાગ્યાના અરસામાં પુરી તળાવ
પાસે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. અજાણ્યા કન્ટેનરવાળા ટ્રકચાલકે
મોટરસાઈકલને હડફેટે લેતાં ફરિયાદી રાજેશભાઈ વશરામભાઈ મકવાણા (ઉ.વ.27)ને મૂઢમાર જેવી ઈજાઓ પહોંચી હતી તેમજ ફરિયાદીના પિતા
વશરામભાઈને ગંભીર પ્રકારની ઈજાઓમાં સારવાર કારગત નીવડે તે પહેલાં આંખો મીંચી લીધી હતી.
અકસ્માતના આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.