ગાંધીધામ, તા. 20 : આ સંકુલના ટાગોર રોડ નજીક ડી.પી.એ.ની
ઝાડીવાળી જમીનના છેલ્લા કેટલાક સમયથી બિનઅધિકૃત રીતે માટીનું ખનન થતું હોવાના આક્ષેપ
ઊઠયા છે, ત્યારે તંત્ર અને પોલીસ આ અંગે તપાસ હાથ ધરે
તે સમયની માંગ છે. ગઇકાલે રાત્રે આદિપુરમાં ટાગોર રોડ નજીક મહિલાની ચીસો સંભળાઇ હતી,
ત્યારે કોઇએ બિનઅધિકૃત રીતે થતા ખનના પ્રકરણ સુધી પોલીસ કે તંત્ર પહોંચે
તે માટે તો નહોતું કર્યુંને તેવા પ્રશ્નો પણ
બહાર આવ્યા છે. આ ઝાડીવાળા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બિનઅધિકૃત રીતે ખનન થઇ રહ્યું
છે, પરંતુ કોઇ તંત્ર આ અંગે કોઇ પગલાં ભરતું નથી, ત્યારે તંત્રને ત્યાં સુધી પહોંચાડવા
પણ મહિલાની ચીસાનો બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યો હોય તેવું પણ બને તેવી પણ એક ચર્ચા લોકોમાં
જાગી છે.