• રવિવાર, 21 જૂન, 2026

બરોડા-ભુજ એસ.ટી. વોલ્વો બસમાં પ્રવાસીઓના સામાનમાંથી શરાબ કબજે

ગાંધીધામ, તા. 20 : સામખિયાળી પોલીસે બરોડા-ભુજ એસ.ટી. વોલ્વો બસમાં  પ્રવાસીઓના સામાનમાંથી દારૂનો જથ્થો  ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીની ધરપકડ થઈ હતી એસ.ટી. બસમાં પ્રવાસીઓ દારૂનો જથ્થો લઈ આવતા હોવાની બાતમીના આધારે પોલીસે સૂરજબારી ચેકપોસ્ટ પાસે  તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પૂર્વબાતમી મુજબની બસ  આવતાં તેને રોકાવી છાનબીન  દરમ્યાન આરોપી  વિકાસ લાલજીભાઈ પ્રજાપતિ, રામાભાઈ બબાભાઈ ભરવાડ, ગાંડુભાઈ ભીમાભાઈ ભરવાડના કબજાની ટ્રોલી બેગ અને  થેલામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની  બે લિટરની બોટલ નં. 35, કિં. રૂા. 78,426 તથા 180 એમ.એલ.ની દારૂની બોટલ નંગ. 74 કિં. રૂા.12,340  તથા ત્રણ મોબાઈલ ફોન સાથે કુલ રૂા.1,05,766નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd