• રવિવાર, 21 જૂન, 2026

ગુજરાત પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભુજના ખેલાડીને કાંસ્ય ચંદ્રક

ભુજ, તા. 20 : ભુજના લિફ્ટર મીત દરજીએ ગુજરાત પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સુંદર પ્રદર્શન કરીને કાંસ્યચંદ્રક જીત્યો હતો. મીતે સ્ક્વોટ (150) કિલો બેન્ચ પ્રેસ (100 કિલો) અને ડેડલિફ્ટ (190 કિલો)માં સફળતાથી વજન ઉપાડીને સફળતા મેળવી હતી. સ્પર્ધામાં ગુજરાતભરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તે હવે નેશનલ સ્પર્ધામાં સારા દેખાવનું લક્ષ્ય ધરાવે છે. 

Panchang

dd