• સોમવાર, 15 જૂન, 2026

કચ્છમાં ધૂપ-છાંવના માહોલ વચ્ચે ઉકળાટ યથાવત્

ભુજ, તા. 14 : ચોમાસાંનાં આગમનની જોવાતી વાટ વચ્ચે આજે સવારથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ધૂપ-છાંવનો માહોલ જોવા મળ્યો હતો. વાદળો અને તડકાની સંતાકુકડી વચ્ચે ઉકળાટનું જોર યથાવત્ રહ્યું હતું. ભુજ, કંડલા (એ.), કંડલા પોર્ટ અને નલિયામાં મહત્તમ તાપમાન 35થી 38 તો લઘુતમ તાપમાન 27થી 29 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જિલ્લામાં સરેરાશ 15થી 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરી ઊડવા સાથે બપેરના સમયે પવનમાં લૂનો પ્રભાવ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગામી સપ્તાહ માટે જારી કરેલા વર્તારામાં કચ્છમાં વરસાદ વરસવાની કોઇ શક્યતા દેખાડવામાં આવી નથી. આજે સવારથી વાદળોની આવન-જાવનનાં પગલે આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન વરસાદી ગતિવિધિ વેગ પકડે તેવી આશા પ્રબળ બની છે. હાલ તો જિલ્લાવાસીઓ ગરમી-ઉકળાટથી આકુળવ્યાકુળ જોવા મળી રહ્યા છે. હાલ તુરંત તો આ માહોલમાંથી મુક્તિ મળે તેવી કોઇ શક્યતા દેખાતી નથી. 

Panchang

dd