• ગુરુવાર, 21 મે, 2026

કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ-2026ના વિજેતા જાહેર

ભુજ, તા. 20 : કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ-2026ના વિજેતાઓના નામ કન્વીનર હેમરાજ શાહ દ્વસારા જારી કરાયા છે. પસંદગી સમિતિની બેઠકમાં કનૈયાલાલ જોશી, ડો. નાગજી રીટા, ચીમનભાઇ મોતા, એડ. પીયૂષ એમ. શાહ, વેલજી અખેરાજ બોરીચા, ભુજના મિલન સોની અને ઉદય હેમરાજ શાહ હાજર રહ્યા હતા. કચ્છ-શક્તિ નેશનલ એવોર્ડના વિજેતાઓમાં કચ્છરત્ન એવોર્ડ : જયપડમા ગુણાજી મહાસતીજી (અચલગચ્છ), સમાજરત્ન એવોર્ડ : જયંતીલાલ કેશવજી છાડવા (ચેમ્બુર), ધર્મપ્રેમી એવોર્ડ : નરેન્દ્રભાઇ આર. નંદુ, સમાજસેવા એવોર્ડ : હીરજી આર. પાસડ, સમાજસેવા એવોર્ડ : વાપીના મહેન્દ્ર છેડા, સમાજસેવા એવોર્ડ : ભુજના વેલજીભસાઇ મહેતા, સાહિત્યરત્ન એવોર્ડ : અંજારના અજય સોની, સંશોધન એવોર્ડ : ભીમાસરના મહાદેવ બારડ, નારીરત્ન એવોર્ડ : સમીરા રાંભિયા (મુલુંડ), નારીરત્ન એવોર્ડ : દિશા દેઢિયા, ટી.વી. સ્ટાર એવોર્ડ : ચૌરંગી ફિલ્મના નીલ ભટ્ટ, બાલ કલાકાર એવોર્ડ : બોરીવલીના મિતેન પરીન ગાલા (હેમુદાદા), લીગલ પ્રોફેશનલ એવોર્ડ : મઝગામના કાંતિલાલ સંઘોઇ, ફોટોગ્રાફી એવોર્ડ : જન્મભૂમિના વિરલ કનૈયાલાલ જોશી, પત્રકાર એવોર્ડ : મકાબોના તંત્રી ઉમેશ એમ. ત્રિવેદી, ભુજના વાવડ અને કચ્છ દર્શનના તંત્રી દર્શનકુમાર રામ ઠક્કરને, નૃત્યરત્ન એવોર્ડ : સામખિયાળીના ખુશી ગડા અને જાન્હવી ગડા, પાર્શ્વગાયક એવોર્ડ : રાજકોટના નિધિ ધોળકિયા, શિક્ષણ એવોર્ડ : આઇ.એસ.એસ. દિશાંત અમૃતલાલ નિસર, વ્યાપાર એવોર્ડ : ગાંધીધામના સુવર્ણકાર ભૂષણ આર. સોની તથા જસ્ટ ઇન ટાઇમના રાજુભાઇ છેડાને એનાયત કરવાની જાહેરાત થઇ છે. આ કાર્યક્રમમાં જૈન મેરેજ મિશનના આઠ ફિરકાના પ્રમુખોનું પણ સન્માન કરાશે. અષાઢી બીજ કચ્છી નવું વષ તા. 16મી જુલાઇએ મુંબઇના દાદરના યોગી સભાગૃહમાં આમંત્રિતો માટે કાર્યક્રમ યોજાશે. કચ્છ-શક્તિ તરફથી યોજાયેલ કાર્યક્રમ ટીના છેડા દ્વસારા સંગીત મઢ્યા ગીતોથી શરૂ થશે અને `કચ્છ-શક્તિ નેશનલ એવોર્ડ' અનાયતથી સમાપ્ત થશે. કચ્છ-શક્તિ તરફથી સતત આ 47મું વર્ષ મુંબઇમાં કચ્છી નવું વર્ષ ઉજવાય છે. કાર્યક્રમનું સંચાલન રીટા હરીયા કરશે. 

Panchang

dd