• ગુરુવાર, 21 મે, 2026

કચ્છની ગંભીર ઈંધણ કટોકટીમાં રાજય સરકાર હસ્તક્ષેપ કરે

ગાંધીધામ, તા. 20 :  મધ્ય પુર્વમાં  યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં સૌથી વધુ  ડીઝલ અછતની સમસ્યા કચ્છમાં વકરતા ગંભીર સંકટ સર્જાયું છે. વિવિધ ક્ષેત્રોમાં  આ સંકટની પ્રતિકુળ અસર પડતી હોવાથી  રાજય સરકાર  ઈંધણના જથ્થા અંગે  ત્વરીત હસ્તક્ષેપ કરે  તેવી માંગ કચ્છના ઉદ્યોગકારોના સંગઠન  ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી ભારપુર્વકની માંગ કરી છે. આ જટીલ સમસ્યાનો ઉકેલ લાવવા માટ  રાજય સરકારને સુચનો કરાયા છે. ફોકીયાના એમ.ડી નિમિષ ફડકેએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન ના નેતૃત્વ થકી કચ્ભ્છ ભારતનું સૌથી મહત્વનું  ઉત્પાદન, લોજીસ્ટીક,  અને આયાત નિકાસના કેન્દ્ર તરીકે ઉભર્યુ ં છે. કંડલા અને મુંદરા બંદરેથી  સમગ્ર  દેશની 35ટકા આયાત નિકાસ કચ્છથી થાય છે.  અને 125 લેન્ડલોક રાજયને સેવા આપે છે. કચ્છના બંદરો,પ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, ખાણકામ પ્રવૃતિઓ,  અને સંકળાયેલા સપ્લાય ચેઈનની સમગ્ર ઈકોસિસ્ટમ અવિરત ડીઝલ ઉપલબ્ધતા ઉપર ભારે આધાર રાખે છે. કચ્છમાં 134 કન્ઝયુમર પંપ અને 70 સહકારી  મંડળી સંચાલીત પંપ સાથે જોડાયેલા ગ્રાહકોને છુટક આઉટલેટમાંથી ઈંધણ  ખરીદવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. મીડલ ઈસ્ટમાં યુધ્ધ્ની પરિસ્થિતિના કારણે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ડીઝલના ભાવ વધારીને રૂ. 137 થી રૂ. 145 સુધી કર્યો છે.  રીટેઈલ અને કન્ઝયુમર -મંડળીના  પંપના ભાવમાં મોટી અસમાનતાના કારણે  200 જેટલા પંપો  સુકાઈ ગયા છે.  આ કારણે કેપ્ટીવ  સહકારી પંપો ઉપર આધાર રાખતા ગ્રાહકો  ડીઝલ ખરીદી માટે  રીટેઈલ તરફ વળ્યા હોવાથી માંગ વધી ગઈ છે અને રીટેઈલ પંપને  કંપનીઓ દ્વારા સામાન્ય વપરાશની પેર્ટનના આધારે  સપ્લાય આપવામાં આવે છે. વાસ્તવીક માંગ અને ફાળવાયેલા  ડીઝલના જથ્થા વચ્ચેના ભારે અસુંતલના કારણે  રીટેઈલ આઉટલેટમાં  ડીઝલની તિવ્ર અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિના કારણ જિલ્લામાં કૃત્રિમ અછત સર્જાઈ હોવાનું પત્રમાં જણાવાયું છે. વર્તમાન પરિસ્થિતિ જિલ્લામાં પશ્રિવહન હીલચાલ ,ઔદ્યોગિક ઉત્પાદકતા, બંદર સંલગ્ન કામગીરી, અને વેપાર પ્રવૃતિને અસર કરી રહી છે. જો ત્વરીત સુધારાત્મક પગલા નહી લેવામાં આવે તો દેશની મોટી સપ્લાય ચેઈન અને એકઝીમ  કામગીરી ઉપર પ્રતિકુળ અસર પડશે. આ બાબતને ધ્યામાં લઈને કચ્છમાં  વહેલી તકે  સામાન્ય ડીઝલ પુરવઠો પુન: સ્થાપિત કરવા હક્ષેપકરવા અનુરોધ કરાયો છે. - પોર્ટ સંચાલન-લોજિસ્ટિક ગતિવિધિ માટે ડીઝલનો વિશેષ જથ્થો ફાળવો : ભુજ, તા. 20 : કચ્છમાં ડીઝલની તંગી નિવારવા વેળાસર સુચારુ આયોજન ઘડવા માટે સ્થાનિક તંત્રવાહકોની સાથે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયને લેખિત રજૂઆત કરાઇ છે. ડીઝલની તંગીના કારણે આયાત-નિકાસની સાથે લોજિસ્ટિક ગતિવિધિ પર અસર પડયાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. મુંદરા પોર્ટ અને આસપાસના લોજિસ્ટિક ક્ષેત્રને પ્રાથમિક-ઔદ્યોગિક ઇંધણ વિતરણ ક્ષેત્ર ઘોષિત કરવા માંગ કરાઇ છે. મુંદરા કસ્ટમ બ્રોકર એસોસીએશનના સેક્રેટરી મનોજ કોટકે કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને લેખિત રજૂઆત કરી મુંદરા પોર્ટમાં મોટા પ્રમાણમાં થતા કાર્ગો સંચાલનના કારણે વાહનોની આવન-જાવન  વધુ રહે છે. હાલમાં સ્થાનિક પંપો પરથી પૂરતો જથ્થો ન મળતો હોવાનાં કારણે ડીઝલ ભરાવવા માટે દૂર દૂરના પંપો સુધી જવું પડે છે. ડીઝલની તંગીના કારણે પોર્ટથી ગોદામ સુધી કન્ટેનરનું નિયત સમયમાં સંચાલન ન થઇ શકતું હોવાથી વ્યાપક પ્રભાવ પડી રહ્યો છે. શિપિંગ કંપનીઓ કન્ટેનર પર ડિટેશન  અને ડેમરેજમાં વસૂલાતી હોવાથી ભારતના અર્થતંત્રને મોટું આર્થિક નુકસાન થઇ રહ્યું છે. એસોસીએશને પોર્ટ સંચાલન-લોજિસ્ટિક ગતિવિધિ માટે ડીઝલનો વિશેષ ક્વોટા ફાળવવા, ફ્યુઅલ સ્ટેશન સ્થાપિત કરવા, ડીઝલ વિતરણ વ્યવસ્થાને પારદર્શી બનાવવા તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દિશાનિર્દેશ આપવા રજૂઆત કરાઇ છે. - ડીઝલની પરિસ્થિતિ હળવી કરવા ફોકીયાના સુચનો : જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કચ્છના તમામ  કેપ્ટીવ અને સહકારી પંપોને તેમના સભ્યોના વાહનોની નોંધણીની વિગતોનો નિર્દેશ આપે. જેથી રીટેલ આઉટલેટ આવા ઓળખાયેલા વાહનોને ડીઝલ  પુરવઠાનું નિયમન અને પ્રતિબંધ કરી શકે અને  પુરવઠા માળખાનું પાલન કરી શકે. - રાજય સરકાર આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવે અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓને  ગ્રાહક , સહકારી પંપોને  રીટેલ આઉટલેટ કીમતો સાથે  તુલનાત્મક દરે  ડીઝલ સપ્લાય કરવા માટે યોગ્ય દિશા નિર્દેશ  જારી કરવા  અનુરોધ કરે  જેથી નિયમતિ પુરવઠો પુન: સ્થાપિત થાય. - વૈકલ્પીક રીતે રીટેઈલ આઉટલેટને કેપ્ટીવ સહકારી પંપો સાથે  જોડાયેલા વાહનોને ડીઝલ આપવાની મંજુરી આપ શકાય જે માંગમાં વધારો થતા  કંપનીઓ દ્વારા  રીટેઈલ આઉટલેટને ફાળવણીમાં પ્રમાણસર વધારો કરાશે. 

Panchang

dd