માંડવી, તા. 2 : ગાયોને
નીરણ માટે માંડવી ચેમ્બર ઓફ કોમર્સને રૂા. 11 લાખનું દાન અપાયું હતું. ગરમીમાં લીલાચારા નીરણ માટે
માંડીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી તથા મિત્રો
દ્વારા ગાડીઓના માધ્યમથી પાંજરાપોળની ગાયો ચાર લાખ કિલો ચારો નીરણ કરી શકશે.
જરૂરત પડે ગાયોને ઘાસચારા માટે હજી પણ દાન અપાશે. પૂર્વ નગરપતિ દ્વારા ચેમ્બરના ટ્રેઝરર
ચંદ્રસેનભાઈને ચેક અર્પણ કરાયો હતો. ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, ચારાના પ્રો. ચેરમેન નવીનભાઈ
બોરીચા, સહખજાનચી દિનેશભાઈ કોટક, માંડવીની
સેવાકીય સંસ્થાઓને કાયમ ડોનેશન અપાવતા ડો. ચંદ્રકાંત ચોથાણી ઉપસ્થિત રહ્યા હતા.