મુંદરા, તા. 10 : મુંદરા બારોઈ નગરપાલિકા બન્યા
પછીની બીજી ચૂંટણી માટે આજે લાંબા સમય બાદ ભાજપે બહાર પાડેલી સાત વોર્ડના 28 ઉમેદવાર માટેની યાદીમાં લગભગ
60 ટકા ઉમેદવારો રિપીટ કર્યા છે
કે સીમાંકન પ્રમાણે તેમના પરિવારના કોઈ ઉમેદવારને સ્થાન અપાયું છે કે વોર્ડની બદલી
કરી દેવાઈ છે. ઘણા દિવસોથી ચાલતી અટકળો મુજબ 12 ચહેરા એવા છે કે, જેમનાં નામ ફરી યાદીમાં છે. જ્યારે ચાર ઉમેદવાર એવા છે કે જેમના પરિવારની વ્યક્તિ
બદલી છે. જ્યારે અને 12 નવા ચહેરાઓને
લડવાની તક અપાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણી વખતે ભાજપની યાદી જાહેર થયા પછી અસંતોષ ઊભો થયો હતો. જો કે,
એ તમામની ઘર વાપસી થઈ અને `કમળ' નાં કામે લાગી
ગયા હતા. એવા એક ચહેરામાં ચૂંટણી નહીં લડેલા ખારવા સમાજના આગેવાન રાજેશ કષ્ટાને આ વખતે
પાંચ નંબરમાંથી ટિકિટ અપાઈ છે. સામાજિક ધોરણે જોવામાં આવે, તો
ખારવા સમાજમાંથી ત્રણ, લોહાણા સમાજમાંથી એક, ક્ષત્રિય સમાજમાંથી પાંચ અને બ્રાહ્મણ સમાજમાંથી ચાર ઉમેદવાર કેસરિયા પક્ષનામાંથી
લડશે. જો કે, જૈન, રજપૂત અને સોની સમાજમાંથી
પણ ટિકિટ માટે દાવેદારી હોવાનું પણ પસંદગી ન થઈ હોવાનું કાર્યકરોમાંથી જાણવા મળે છે.
ગત વર્ષના હોદ્દાઓની રીતે જોવામાં આવે, તો પ્રથમ પ્રમુખ રહેલા
કિશોરાસિંહ પરમારના ભત્રીજા લાલુભા પરમારને ટિકિટ અપાઈ છે. પૂર્વ કારોબારી ચેરમેન ડાયાલાલ
આહીરના ભત્રીજા હેત આહીર, પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રિકાબેનના પતિ પ્રકાશભાઈ
પાટીદાર અને તૃપ્તિબેનના પતિ પ્રકાશ ઠક્કર આ વખતે ચૂંટણી લડશે. પૂર્વ પ્રમુખ રચનાબેન
પ્રણવ જોશી, પૂર્વ કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી અને પૂર્વ દંડક
દિલીપ ગોર રિપીટ થયા છે, જ્યારે પૂર્વ ઉપપ્રમુખ જીતુભાઈ માલમનું
યાદીમાં સ્થાન નથી.
વોર્ડ નં. 1 : મિતાલી કુલદીપ ધુવા,
જાહન્વીબેન કેતનભાઈ ઓઝા,
અરાવિંદ પ્રવીણભાઈ સથવારા,
નદીમહુસેન અબ્દુલરસુલ સૈયદ
વોર્ડ નં. 2 : ચાગબાઈ અશોકભાઈ કૂકલ,
આશાબેન અમિતભાઈ સોરઠિયા,
ભોજરાજ ગોપાલ ગઢવી,
ધર્મેન્દ્રાસિંહ દિલીપાસિંહ ઝાલા
વોર્ડ નં. 3 : લક્ષ્મીબેન કરશનભાઈ ગઢવી,
પૂજાબા રાજેન્દ્રાસિંહ રાઠોડ,
હેત દિલીપભાઈ આહીર,
જીવણજી ભાણજી જાડેજા
વોર્ડ નં. 4 : વર્ષાબેન વીરેન્દ્રભાઈ
મોથારિયા,
ફુરુઝાના મહમંદયુસુક ખત્રી,
ઉમરફારૂક હસન અલી જત,
જુણેજા ઇકબાલ આમદ
વોર્ડ નં. 5 : હિનલ નિકુલ કષ્ટા,
રચનાબેન પ્રણવ જોષી,
રાજેશ મોહનલાલ માલમ (કષ્ટા),
પ્રકાશભાઈ ગોપાલજી ઠક્કર
વોર્ડ નં. 6 : મોહિનીબેન ચુડાસમા (ખારવા),
જિજ્ઞા હિમાલય જોષી,
ડાયાલાલ વાઘજીભાઈ ગોહિલ,
નરેન્દ્રાસિંહ હિંમતાસિંહ પરમાર
વોર્ડ નં. 7 : નયનાબેન અલ્પેશભાઈ દરજી,
અલ્પાબા ધુરાજાસિંહ ચુડાસમા,
દિલીપ રેવાશંકર ગોર,
પ્રકાશ રેવાલાલ પાટીદાર.