• શનિવાર, 11 એપ્રિલ, 2026

ભુજ તા. પંચાયતમાં ભાજપે 30 નવા ચહેરાને ટિકિટ ફાળવી

ભુજ, તા. 10 : ભાજપે ભુજ તા. પંચાયતની 32 પૈકીની 31 બેઠક માટેના ઉમેદવાર જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટની થિયરીથી 31માંથી 30 નવા ચહેરાઓને ટિકિટ ફાળવી ગત બોડીના તમામ વિજયી સદસ્યોના પત્તા કાપી નાખ્યા છે. ઝુરા બેઠક માટે હજુ ઉમેદવારની સત્તાવાર જાહેરાત ન થઇ હોવાથી તેનું કોકડું  ગૂંચવાયેલું રહ્યું છે. ભાજપે ભુજ તા.પંચાયતમાં નો રિપીટ થિયરીનો કડક અમલ કરી વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સત્તા પક્ષના નેતા સહિતને ટિકિટ ન ફાળવી આંચકો આપ્યો છે. ભાજપે સુખપર-2 બેઠક પરથી વર્તમાન તાલુકા પંચાયત વિનોદ વરસાણીનાં સ્થાને તેમના પત્ની  શાંતાબેન વરસાણીને ટિકિટ આપી છે. ધાણેટી એકમાત્ર એવી બેઠક છે કે, જેમાં ભાજપે રસીલા મહેશ માતાને  પુન: એકવાર ટિકિટ ફાળવી રિપીટ કર્યા છે. ઉમેદવારોની સત્તાવાર જાહેરાતનાં પગલે લાંબા સમયથી જોવા મળતી  ઉત્સુકતાનો અંત આવ્યો છે. જાહેર થયેલા ઉમેદવારની યાદી આ મુજબ છે. બેઠક ઉમેદવારનું નામ

આણંદસર        : શાંતિલાલ હરજી ભાવાણી

બળદિયા          : વાલુબેન ભરતભાઇ બડગા

ભારાપર           : ધારા અલ્પેશ માકાણી

ભીરંડિયારા      : કરમાબેન હીરા હરિજન

ડગાળા             : રાધાબેન ભગુ વરચંદ

દહીંસરા           : વનિતાબેન મનસુખ કારા

દેશલપર          : મોંઘીબેન જેશા રબારી

ધાણેટી : રસીલા મહેશ માતા

ઢોરી     : વેજીબેન લખમણભાઇ ચાડ

ધ્રોબાણા           : મેમુનતબાઇ ઇશાક સમા

દિનારા             : સલમાબાઇ વાયદના સમા

જુણા    : સોયબ સુલેમાન સમા

કાળી તલાવડી : રમેશ ગોપાલભાઇ સોરઠિયા

કેરા      : કમલેશ કાના રબારી

ખારી    : લતીફ ભીલાલ થેબા

કુકમા   : ઉષાબેન પરેશ મહેશ્વરી

લોડાઇ : વાલજીભાઇ ભચુભાઇ બતા

માધાપર જૂનાવાસ-1   : ભરત જેઠાલાલ રાઠોડ

માધાપર જૂનાવાસ-2   : કુલદીપસિંહ દાદુભા ચૌહાણ

માધાપર નવાવાસ-1   : વિનોદ માવજી પિંડોરિયા

માધાપર નવાવાસ-2   : હરીશભાઇ શિવજીભાઇ પિંડોરિયા

માનકૂવા-1       : દેવશી સામજી વરસાણી

માનકૂવા-2       : ખીમજી લાલજી સીજુ

નારાણપર પસાયતી    : કિશોર કલ્યાણ ગાજીપરા

પદ્ધર    : ગુણવંતીબેન મોહનલાલ ચાવડા

રતાડિયા          : પરવેજ ઇશા સમા

સરાડા : હાજીયાણી  અબ્દુલ જત

સુખપર-1         : લક્ષ્મીબેન રામજી ખેતાણી

સુખપર-2         : શાંતાબેન વિનોદ વરસાણી

સુમરાસર શેખ             : સતીબેન લખમણ ચાડ

વરલી : દેવુબા ગેલુભા જાડેજા. 

Panchang

dd