• શનિવાર, 11 એપ્રિલ, 2026

કંડલા પોર્ટ 40.7 ડિગ્રીએ રાજ્યનું મોખરાનું ગરમ મથક

ભુજ, તા. 10 : કચ્છમાં ચૈત્ર માસના અંતિમ સમયે તાપે પોતાનો આકરો પ્રભાવ વરસાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર મહત્તમ તાપમાન ઊંચકાતાં કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. કંડલા પોર્ટમાં પારો 40.7 ડિગ્રીએ પહોંચતાં કચ્છનું આ દરિયાઇ મથક રાજ્યનું મોખરાનું ગરમ નગર બન્યું હતું. અહીં વિક્રમી તાપનો અનુભવ થયો હતો. નલિયામાં 38.2, તો ભુજ અને કંડલા(એ.) ક્ષેત્રમાં 37.8 ડિગ્રી મહત્તમ તાપમાને ગરમીની આણ પ્રખર રીતે અનુભવાઇ હતી. લઘુતમ પારો પણ ઊંચો રહેતાં રાત્રે પણ ઉકળાટનો અનુભવ કચ્છી માડુઓએ કર્યો હતો. બપોરના સમયે લૂ ઓકતો ગરમ પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે ત્રણ દિવસ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાની આગાહી કરી યલો એલર્ટ જારી કર્યું છે.  ચૈત્ર માસના અંતિમ અઠવાડિયામાં હવે ગરમીએ પોતાનો અસલી મિજાજ દેખાડવાનું શરૂ કરતાં જનજીવન આકુળ-વ્યાકુળ બન્યું છે. 

Panchang

dd