મુંદ્રા, 10 : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ
ઇકોનોમિક ઝોન સંચાલિત વિવિધ સેવાઓમાં સતત નવા રેકોર્ડ્સ સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં
અદાણી પોર્ટ્સના મુન્દ્રા રો-રો ટર્મિનલે એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
પોર્ટે MV NOCC ADRIATIC જહાજ પર એક જ શિપમેન્ટમાં 6,008 કારની નિકાસ કરીને ભારતમાં
સૌથી વધુ કાર નિકાસનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે એક
મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ગત નાણાકીય વર્ષ
દરમિયાન મુન્દ્રા રો-રો ટર્મિનલે કુલ 2,29,000 થી વધુ કારની નિકાસ કરીને દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં નોંધપાત્ર
યોગદાન આપ્યું છે. આ ટર્મિનલ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પરિબળ તરીકે
ઉભરી આવ્યું છે. અદાણી પોર્ટ્સ મુન્દ્રા દ્વારા RORO સુવિધાના માધ્યમથી વાહનોની નિકાસ
વિશ્વના 100થી વધુ દેશોમાં કરવામાં આવે
છે. મુન્દ્રા રો-રો ટર્મિનલના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુભવી ઓપરેશન ટીમના
કારણે જહાજની અંદર વાહનોના વિશિષ્ટ પાર્કિંગ અને સમયસર પરિવહનની કાર્યક્ષમતા અસાધારણ
છે. 2009માં સ્થાપિત મુન્દ્રા રો-રો
ટર્મિનલ આજે દિલ્હી-એનસીઆર, રાજસ્થાન અને
ગુજરાતમાં આવેલી અનેક ઓટોમોબાઈલ કંપનીઓ માટે મુખ્ય ગેટવે પોર્ટ તરીકે કાર્યરત છે. આ
ટર્મિનલ રાઉન્ડ-ધ-ક્લોક સેવા આપે છે અને વિશ્વભરના વિવિધ દેશોમાં કાર, બસ તેમજ ટ્રકની નિકાસનું સંચાલન કરે છે. આ ટર્મિનલ અનન્ય અલ્ટ્રા-મોર્ડન ફ્લાટિંગ
પોન્ટૂન અને લિંક સ્પાનથી સુસજ્જ છે. આ વિશેષ વ્યવસ્થાને કારણે ટર્મિનલ રાઉન્ડ-ધ-ક્લોક
(24 કલાક) કાર્યરત રહી શકે છે અને
સમુદ્ર ની ભરતી – ઓટ ની અસર
વિના વાહનોનું લાડિંગ-અનલાડિંગ થઈ શકે છે.