ભુજ, તા. 25 : આપણે
સૌ કચ્છીઓ સવારે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર અથવા તો કોમર્શિયલ વાહનો સાથે પેટ્રોલપંપ
જઈને ડીઝલ કે પેટ્રોલ ટાંકી ફુલ તો કરાવીએ,
પણ દરરોજ વપરાતા ઈંધણમાંથી વેટ સહિતના વેરાની રકમ સરકારની તિજોરીમાં
કેટલી જાય છે તે આંકડા જાણ્યા છે? કચ્છમાં દૈનિક થતા ઈંધણના
વપરાશની જે રકમ ચૂકવવામાં આવે છે તેમાં જુદા-જુદા વેરા પેટે મહિને રૂા.252 કરોડની
અધધધ રકમ સરકારની તિજોરીમાં જાય
છે.
મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધની
તંગદિલી વચ્ચે સમગ્ર દુનિયામાં ઈંધણ વપરાશમાં તંગી જોવા મળે છે તેની અસર કચ્છ સુધી
પહોંચી છે ત્યારે સોમવારે કચ્છમાં અછતને પગલે સર્જાયેલી દોડધામને અનુસંધાને
પેટ્રોલ-ડીઝલ વપરાશની રસપ્રદ વિગતો અહીં આપી છે. કચ્છમાં કુલ 346 પેટ્રોલપંપ
આવેલા છે અને આ તમામ પંપ ઉપરાંત ઈંધણ વિતરણ કરતી છ ઓઈલ કંપનીઓ પાસેની ક્ષમતા જોઈએ
તો ડીઝલનો જથ્થો 1.38 કરોડ લિટર, જ્યારે પેટ્રોલ 57.78 લાખ
લિટર જથ્થો સંગ્રહ કરી શકાય છે.
ડીઝલનો વધુ વપરાશ
જિલ્લા પુરવઠા અધિકારી અર્શ
હાશ્મીએ ગઈકાલે આંકડા આપ્યા હતા તેના પરથી
જાણવા મળ્યું હતું કે,
કચ્છમાં દરરોજ ડીઝલનો પપરાશ 25 લાખ લિટરની આસપાસ રહે છે જ્યારે
પેટ્રોલની ખપત 4 લાખ લિટર હોય છે. સરેરાશ કચ્છમાં મહિને ડીઝલ 7.20 કરોડ
લિટર વાહનોમાં કચ્છીઓ ભરાવે છે જ્યારે પેટ્રોલ 1.20 કરોડ લિટર બાળી નાખે છે. ઈંધણને
હજુ જીએસટીના ડાયરામાં સમાવેશ કરવામાં નથી આવ્યો, પરંતુ સરકારની અંદાજે 25 ટકા
જેટલી રકમ વેટ, સેસ અને એકસાઈઝ ડયૂટીના સહિતના વેરા પેટે આવક થાય છે.
આઈઓસીના સૌથી વધુ પંપ
કચ્છમાં છ ઓઈલ કંપનીઓ દ્વારા
ઈંધણ વિતરણ વ્યવસ્થા ગોઠવાયેલી છે. આઈઓસીના 130 પંપ છે, તો બીપીસીએલના 54, એચપીના
63, રિલાયન્સના
24, નાયરાના
73, શેલના
2 પંપ
ચાલે છે. સૌથી વધારે વેચાણ સ્વાભાવિકે
આઈઓસીના પંપ વધારે હોવાના કારણે થાય છે. એક જ કંપની દ્વારા દૈનિક 7.40 લાખ
લિટર ડીઝલનું અને 1.38 લાખ લિટર પેટ્રોલનું વેચાણ થાય છે. બીજા
ક્રમે બીપીસીએલ આવે છે. આ કંપનીનું વેચાણ જોઈએ તો દરરોજ ડીઝલ 5.24 લાખ
લિટર, જ્યારે
પેટ્રોલ 53 લાખ લિટર વેચે છે.
સરકારને કમાણી
આ અંગે જાણકારોએ કહ્યું હતું કે, દર મહિને ડીઝલ પેટે રૂા.
216 કરોડ, જ્યારે પેટ્રોલ વપરાશમાંથી 36 કરોડની
જંગી રકમ એકલા કચ્છ જિલ્લાના કચ્છી લોકો
સરકારને કમાઈ આપે છે. રૂા. 256 કરોડના પેટ્રોલ-ડીઝલના વેરામાંથી
કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાં જાય છે.
વેટ અને સેસ
આ અંગે પેટ્રોલપંપ એસો.ના મોવડી
વિમલ ગુજરાલને પૂછતાં તેમણે કહ્યું કે,
13.7 ટકા ડીઝલમાં વેટ ઉપરાંત સેસ એકસાઈઝ પેટે કમાય છે, જ્યારે 14.9 ટકા
ઉપરાંત સેસ અને એકસાઈઝની રકમ વેરા પેટે કંપનીઓ સરકારને રળી આપે છે.
આજે શું સ્થિતિ?
પુરવઠા અધિકારી શ્રી હાશ્મીને
આજની સ્થિતિ શું છે એ જાણવા પૂછ્યું તો તેમાં સુધારો થયો છે અને હવે જ્યાં જથ્થો
ખલાસ થઈ ગયો હતો ત્યાં પણ વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. આજે તમામ પંપ પાસે ડીઝલનો
સ્ટોક 47.13 લાખ લિટર, જ્યારે 20.13 લાખ
લિટર પેટ્રોલ ઉપલબ્ધ છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો ડીઝલ 33.94 ટકા
અને પેટ્રોલનો 34.85 ટકા સ્ટોક છે. બીજી બાજુ પંપ સંચાલક
મંડળના શ્રી ગુજરાલે પણ સ્થિતિ સારી હોવાને સમર્થન આપ્યું હતું.
કચ્છમાં ડીઝલ-પેટ્રોલનો જથ્થો
કેટલો ?
ભુજ, તા.25 : કચ્છમાં
સર્જાયેલી ઈંધણની તંગીને પગલે આજે બુધવારે 346 પેટ્રોલપંપમાં જથ્થો કેટલો છે
તેની વિગતો આ મુજબ છે
કઈ કંપની પેટ્રોલપંપની ડીઝલની
પેટ્રોલની
હાજર
જથ્થો હાજર જથ્થો ટકાવારી ટકાવારી
સંખ્યા સંગ્રહશક્તિ સંગ્રહશક્તિ ડીઝલ પેટ્રોલ
ડીઝલ પેટ્રોલ
આઈઓસીએલ 130 47,20,000 20,25,000 14,98,000 6,99,000 31.74
34.52
બીપીસીએલ 54 18,25,000 7,10,000 6,62,000 3,78,000 36.27
53.24
એચપી 63 28,66,952 10,25,008 8,17,246 2,82,925 28.51
27.60
રિલાયન્સ 24 12,37,000 5,20,000 4,41,480 1,89,480 35.69 36.44
નાયરા 73 31,27,000 14,08,000 12,39,000 4,37,000 39.62
31.04
શેલ 2 1,10,000 90,000 55,521 26,978 50.47 29.98
કુલ 346 1,38,85,952 57,78,008 47,13,247 20,13,383 33.94 34.85