• સોમવાર, 16 જૂન, 2025

આડેસરમાં આભેથી આનંદ : કચ્છમાં શુકનવંતાં અમીછાંટણાં

ગાંધીધામ, તા. 14 : નૈઋઍત્ય ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ત્યારે વરસાદની આગાહી વચ્ચે શનિવારની રાત્રે સાડા નવ બાદ ભારે બફારા વચ્ચે રાપર તાલુકાનાં આડેસરમાં વરસાદ સાથે `મીં' તરસ્યા મુલક કચ્છમાં શુકનવંતાં અમીછાંટણાં થયાં હતાં. ભારે પવન અને ગાજવીજ સાથે અડધો કલાક વરસાદી ઝડી વરસતાં લોકોએ ઉકળાટથી રાહત અનુભવી હતી. રાપર સહિત આખા તાલુકામાં મેઘાડંબર અને પવન તથા ઉકળાટ જોતાં રાત્રિ દરમ્યાન વરસાદ આવવાની શક્યતા રહે છે.  જેઠના જલદ તાપથી ત્રાહિમામ્ કચ્છી જનજીવન હવે વરસાદી વહાલ ઝંખી રહ્યું છે, ત્યારે આડેસરમાં આભેથી આનંદરૂપે ઝરમર વરસી હતી. અસહ્ય ઉકળાટમાં અકળાતા કચ્છી માડુ અને ખેડુ હવે ચાતક નજરે વાલીડાની વાટ જોઈ રહ્યા છે. `કાચું સોનું' સમયસર વરસે તો ખરીફપાકની ખેતી કરતા ખેડૂતો ખુશખુશાલ થઈ જાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd